અપેક્ષા-એક ડગલું આગળ

Posted in કાવ્યો by saryu on January 29th, 2008

 

 ચિત્રઃદિલીપ પરીખ

અપેક્ષા-એક ડગલુ આગળ

અપેક્ષા  સુશીલા   સુમતિ    સંતોષ
  ચાર     સહેલીમાં    એક    રસદોષ
  આગવી  અપેક્ષાની  જીદ   હરદમ
  “આગળ હું  ચાલીશ   એક કદમ”—

 સુમતિ   સુશીલાનો  સીધો   સહકાર
  સુખી    સંતોષીનો   મીઠોં    આચાર
 આશા ત્યાં આવી ને  લાવી  વિચાર
 “ક્યાં છે મેં ઇચ્છેલું, છે કંઇ દરકાર?”—

  સર્વેશું ન્યોચ્છાવર, કાળજીની  કોર
પણ નાનીશી નખલીમાં ખટક્યો છે દોર
  સુજ્ઞા   સંતોષીનું  ચાલ્યુ   ના  જોર
  મતલબી   અપેક્ષા   દોડી   છે  મૉર—

સુમતિ  ને  શુશીલા  ઝાલે   રે   હાથ
સંતોષી    ચાલે     અપેક્ષાની     સાથ
હસી  મળી રોજ   કરે   ઇચ્છા    કમજોર
ચારે સાહેલીઓની દોસ્તી કંઇ ઓર 

——-

ચંદ્રમા

Posted in કાવ્યો by saryu on January 17th, 2008

P337 ચંદ્રમા

ઊંચેરી   ટેકરી   ને   ઊંચો   આવાસ
પાછલી   પરોઢનો   નિર્મળ   ઉજાસ
આછેરી  ઊંઘમાં   મંજુલ    આભાસ
     ટહુકો  હું સાંભળુ,   જાગ્યો ‘બિશ્વાસ’

ઉમંગે  ઉઠી  આવી  હું   લેવાને બાળ
ચકિત બની  ચંદ્રમાને  જોઇને બહાર
નીરવ સૌમ્ય અંબરને તારલાની હાર
     મસ્તાની   ચાંદની   મોહે    મન બહાર

લાગણીની   લહેરો   દિલમાં લહેરાય
દૂર   દેશ   દેવા   સંદેશ    ઉડી    જાય
પ્રિયત્તમ! આ ચાંદની ને મીઠેરો ચાંદ
      અર્પે  છે  મધુરી  અમ જીવનની  યાદ

 

Tears Of Compassion / અનુકંપાના આંસુ

Posted in કાવ્યો by saryu on November 20th, 2007

અનુકંપાના આંસુ

મીઠા મોંઘેરા  ઓ બાળ,  તારી રક્ષા કરવા કાજ
આજે નાની તારી પાંસ,તને કદી ન આવે આંચ

               હું યાદ કરું  છું આજ,   આંસુ  સાર્યા  મા ને   કાજ
            
મારા વ્હાલા નાની નહોતા, મારી લેવાને સંભાળ

મારું વચન તુજને આપુ, રહેવું નજીદીક તવ તનમનથી
તારા  નયનોમાં  હો   આંસુ,  નાની  લૂછે   ખાસ  જતનથી

છો માનવ, લ્હાવો મળશે  કંઇ   લાગણીઓ   ચીતરવાને
અનેક કારણ મળશે   તુજને,  ભીની  આંખો   નીતરવાને

ભલે રડે   તું  કો’ને   માટે,  મારા   આશિષ   તુજને આપુ
વહેજો  નિર્મળ   દર્દ  ભરેલા,  સાંચી  અનુકંપાના   આંસુ
       પ્રેમળ સંવેદનશીલ આંસુ
————-

Tears Of Compassion

    My darling little one
Your granny is here to veil
So, no sorrow can prevail

I remember shedding tears
For my Granny couldn’t be here
To shower love and flower flare

I promise you, my sweet
Will surround you with care
I will mend your tiny tear

As a gentle human being
You are blessed with many feelings
You may cry for some one else
The tears of kind commiseration
Smile through tears of  compassion
————-

| Comments off

The Magical Moments

Posted in કાવ્યો by saryu on November 19th, 2007

  

The Magical Moments

I reminisce and see
The magical moments of my life

As a little girl
Brother and me
Going to buy the firecrackers
Holding my papa’s hand
That was a magical moment in my life

The game was going
I was struggling too hard
The victory for me
and cheers of joy
That was a magical moment in my life

He was just looking
Staring and waving
His brave steps toward me
and his gentle love touching
That was a magical moment in my life

These precious moments are like
Pearls in a chain
In the thread of my life
Shiny and worthwhile
These magical moments of my life
————–

Saryu Parikh

12/11/2007

——————————————————————————–

માનવ કઠપુતળી

Posted in કાવ્યો by saryu on October 26th, 2007

માનવ કઠપુતળી

રસમાં  તરબોળ હું તો જોતી’તી ખેલ
પ્યારા  એ  પાત્રો   છે  દુખમાં   ડુબેલ

 સજ્જનને સારા ત્યાં સહેતાતા વેદના
લીન  એ નાટકમાં  દિલમાં   સંવેદના

વાર્તા બદલાઈ અને બદલ્યો છે દાવ
સમજીને    કરતા’તા   દુખનો    દેખાવ

મારા   આ  જીવનના  પરદાના  ખેલ
નીત  નવા  પાત્રો  ને પત્તાનો મહેલ

આવી’તી   મંચ   પર   ઈશ્વરની   મ્હેર
સામાન્ય   પાત્ર   તોય   વર્તુ    મદભેર

જ્ઞાનીને   યાદ   રહે  મોહનની  લીલા
માનવ   કઠપુતળી   ને  પાત્રો  રંગીલા

                                                                                                 ——–

Director

Engrossed in  watching a wonderful play
Saw  suffering  heroes in miserable way

Getting involved  I was  feeling  so bad
Forgetting that they  pretend to be sad

Then I realize  they are only actors
All they can do is obey directors

Stage of  my life, the play goes on
I am here on  for a  specific role

The Director  up there  has conundrum goal
But, I glide on the stage and  forget my call

Wise ones  know we are  here to pretend
Misery  and  joy  are  temporal  bend

———–

| Comments off

નીતરતી સાંજ

Posted in કાવ્યો by saryu on September 12th, 2007

ચિત્રA015દિલીપ પરીખ  

ગાજવીજ અને વરસાદ.રાહ જોતી નજરુ બારણે જઈ જઈને અથડાય.

અંતે ટપ ટપ ટીપાનો ગમતો અવાજ.

નીતરતી સાંજ

  આતુર આંખો રે મારી બારણે અથડાય
        વાટે  વળોટે  વળી  દ્વારે  અફળાય

       ગાજ  વીજ  વર્ષા  ને  વંટોળો   આજ
          કેમ કરી આવે મારા મોંઘેરા રાજ!

       અરે!  થંભોને વાયરા આગંતુક  આજ
         રખે એ ન આવે તમ તાંડવને કાજ

        મૌન મધુ ગીત વીના સંધ્યાનુ સાજ
           ઉત્સુક આંખોમાં ઢળે ઘનઘેરી સાંજ

        વિખરાયા  વાદળા ને જાગી રે આશ
            પલ્લવ ને પુષ્પોમાં મીઠી ભીનાશ

        ટપટપ ટીપાથી હવે નીતરતી સાંજ
           પિયુજીના પગરવનો આવે અવાજ
———
Published in ” Desh Videsh” 2008
 

દીકરીને ખોળે

Posted in કાવ્યો by saryu on August 30th, 2007

                               our grandson: Kethan. birthdate:8/28/2007–parents: Sangita-Mridul

દીકરીને ખોળે

આજે પૌત્ર જન્મની પળમાં
મારી નજર જુએ અતીતમાં

મારી પૂત્રી,

પ્યારી પરી હતી એ ત્યારે
મીઠી કળી સી મારે ક્યારે
રીઝવે પલકનને પલકારે
વ્હાલ વીંટાયુ અંતર તારે

 આજે,

નવજાત શીશુ લઈ ખોળે
મૃદુલ  હાસ્યભર્યા  હિલોળે
મારી  ભીની આંખ નિહાળે
દીકરી  ખીલી સોળ કળાયે

———

અવહેલના Helping Hand

Posted in કાવ્યો by saryu on July 30th, 2007

IMG_0649painting by Dilip Parikh

અવહેલના

બહેન,હું તો પારકા પોતાના ગણી આવી
દિલે આશા  અરમાન   ભરી  લાવી
સ્નેહ   તાંતણે   ભરોસે  હું ચાલી
મારી  સેંથીએ  સીંદૂર ભરી મ્હાલી–બહેન

એ   મધ્યબિંદુ   નાનાશા  વિશ્વમાં
એનો  આવાસ અંતર  વિશ્વાસમાં
બન્યો   હેતુ  મારા  શ્વાસોશ્વાસમાં
છુપું આજે  આક્રંદ  નિશ્વાસમાં—બહેન

તુટ્યો  નાજુક  એ દોર મજધારે
ઘણોં   સાંધ્યો   સંસાર  પ્રેમતારે
ઝટકાથી તોડે મને છોડે નોધારે
એકલી અટુલી હું કોને આધારે?—બહેન

ભલે  નયન  રડે  અણધારી  આંચે
જલે  આત્મદીપ   શક્તિની    સાથે
શતૅ  શોધીશ  હું   ખોવયેલ   મુજને
સખી, તારા આ  સ્મિતને સહારે—બહેન
———

बेबसका सहारा

बहेन मै तो पराये अपने समज आई
दिलमे  आशा अरमान  भरी   लाई
स्नेह  तांतणे  भरोसे  थमे  चलदी
मेरी  सेंथीमे  सिंदूर  भरी   म्हाली

वो  मध्यबिंदु  मेरे  छोटेसे विश्वमे
उसका  आवास  अंतर   विश्वासमे
बना  हेतु  वो  मेरे श्वासौच्छ्वासमे
छुपा आज  वो  आक्रंद  निश्वासमे

तुटा नाजुक वो दोर मजधारे
बहोत  सांधा संसार प्रेमतारे
झटकेसे तोड  मुजे छोडा नोधार
ऐकली अटुली मै किसके आधार्!

भले नयन रुए अणधारी आंचसे
जले आत्मदीप शकतिके साथमे
शर्त  ढुंढुंगी  खोइ  हुइ आपको
सखी! तेरे ये स्मितके सहारे
सखी! तेरे ये स्मितके सहारे
सरयु परीख
Working with victims of domestic violence, poems like this has been written.

helping hand

sis, I accepted strangers as my own,
my heart was full of hopes and dreams,
I came trusting the thread of love,
I enjoyed the bliss of marriage.

He was a center of my universe,
He was staying in my inner most verse,
He was the purpose of my being by,
Now miserable cry in my sigh.

That tender string broke in the midst,
Couldn’t mend it with trials and trysts,
He cut it with a jerk, left me hanging helpless
Now all alone, how to fill this emptiness!

Let the tears flow today due to the hurt,
But my soul lamp is shine inner trust
Promise, I will find my lost self respect
With the help of your sweet smile, o’sis
With the help of your sweet smile
———-

કર્તા

Posted in કાવ્યો by saryu on July 11th, 2007

Redw0od કર્તા

આજે   જોયાં   કુદરત   ખોળે   મહાભવ્ય  મહિધર,
અદભૂત  અજબ અનેરુ  સર્જન અજોડ સર્જનહાર.

ક્યાંથી આરસપાણા   લાવ્યા ક્યાંથી  આ મીનાર!
ક્યાંનુ  સુંદર  કોતર  કામણ   ક્યાંના    આ ચીનાર!

                   અહો રે,  આ  તો    કુદરત કર્તા,  કલાકાર છે   ઇશ,
                   ગગન   ચૂમતા   પહાડો    ફૂલો    વૃક્ષો   ચારે  દિશ.

                                              મન ચિતવનમાં  શાંતિ પામું   ઘેઘુર  ઘન વનરાય,
                                             વિશાલ  મધુવન માધવ મંદિર સુંદર દર્શન થાય.

                                                પથ્થર    લાવી   બાંધે   એવા   મંદિરનુ    શું કામ?
                                             આરસ પથ્થર  મોટું   મંદિર  કકળે   મંહી ભગવાન.

                                           શૃંગારિત   અવનિની કોરે   મંગલ  નીલમ  નગીન,
                                          પલપલના   પલકારે    વેરે    નવ    રંગો      રંગીન.
redwtree

 

 

More than 2400 years old Redwood tree, a car passes throgh.

 

                        

| Comments off

જીવનનો હેતુ

Posted in કાવ્યો by saryu on July 10th, 2007

જીવનનો હેતુpainting by Dilip Parikh

શું મારા લખવાથી કવિતાને  ફેર પડશે?
શું મારા  જોવાથી   ફૂલોને    ફેર   પડશે?
શું મારા   સુણવાથી    સૂરોને  ફેર  પડશે?
શું મારી ભક્તિથી ભગવનને ફેર પડશે?

તોય કોણ મને દોરે આ અણજાણે આરે!
ને   કોણ  મને   ખેંચે   છે  અંતર   અંધારે!
ને   કોણ  મને   બોલાવે     શાંતિના સૂરે!
ને   કોણ મને   બહેકાવે   ભીની   સુગંધે!

હું   જ   એક સૂક્ષ્મ  અંશ પ્રકૃત્તિ  ધારાની.
હું જ એક મુખ્ય અણું સર્જન કરનારાની.
મારા આ જીવતરમાં  સર્જકતા ભરવાની.
અમૂલ આ જીવનનો  રસથાળ ધરવાની.


painting by Dilip Parikh

| Comments off

« Previous Page« Previous entries « Previous Page · Next Page » Next entries »Next Page »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.