જીવનનો હેતુ
જીવનનો હેતુ
શું મારા લખવાથી કવિતાને ફેર પડશે?
શું મારા જોવાથી ફૂલોને ફેર પડશે?
શું મારા સુણવાથી સૂરોને ફેર પડશે?
શું મારી ભક્તિથી ભગવનને ફેર પડશે?
તોય કોણ મને દોરે આ અણજાણે આરે!
ને કોણ મને ખેંચે છે અંતર અંધારે!
ને કોણ મને બોલાવે શાંતિના સૂરે!
ને કોણ મને બહેકાવે ભીની સુગંધે!
હું જ એક સૂક્ષ્મ અંશ પ્રકૃત્તિ ધારાની.
હું જ એક મુખ્ય અણું સર્જન કરનારાની.
મારા આ જીવતરમાં સર્જકતા ભરવાની.
અમૂલ આ જીવનનો રસથાળ ધરવાની.
painting by Dilip Parikh