Archive for January, 2014

ભીતર સફર

Posted in કાવ્યો by saryu on January 2nd, 2014

ભીતર સફર
મન સરોવર  પર  ખરતાં  રે પાન પછી પાન,
તન  તમરાના  તાન  સમા  ગાન પછી ગાન.
તર સપાટી પર હલચલ, ના પલભર વિશ્રામ,
ક્લેશ કલબલ  કોલાહલ, ના પલનો  વિરામ.
ચાલ મન મારા, અભિ   ભીતર કર સફર…..

છલક છોળની  લહેર, રહે  ખસતી પલપલ,
દડે   પરપોટો   થઈ, ચપળ અસ્થાયી જલ.
વિપુલ  મોજાને  બાથ ભરી,  તરસુ  વિફલ,
વ્યર્થ વ્યાકુળ, કાબુ  કરવા અસ્થીર જલથલ.
ચાલ  મન મારા, અભિ  ભીતર  કર સફર…..

સહજ  સ્નેહ જ્ઞાન  ભાવનાનો દોરો વણી,
દિલ  દહેરે   લપેટી   ગહન  સિંધુમાં સરી.
નીરવ  નાદ,  તપ્ત  તેજ, તિમિર હેતે હરી,
વહે  ચેતનામાં   શાંત   સુખ   શર્વરી  ફરી.
ચાલ  મન મારા,  અભિ ભીતર કર સફર….

ભલે  એ જ પરિતાપ  વ્યસ્ત વ્યાકુળ સંસાર,
અલ અનુભવ આશ્લેષ, થાય  આનંદ સંચાર.
ચાલ  મન મારા,  મધ્યબિંદુ ભણી કર  સફર,
હવે  ચક્રના ચઢાવ ને ઉતારમાં  હું  દર અફર.
ચાલ મન મારા, અભિ ભીતર કર સફર…..

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.