Archive for April, 2007

અજંપાનો તાગ

Posted in કાવ્યો by saryu on April 24th, 2007

અજંપાનો તાગ

સર સર આ   સરતા    સમયની   પરછાંય
સરળ સહજ આરસી પર આવી પથરાય
       ઉરમાં અજંપાનો ભાર
         કેમ આવે અજંપાનો તાગ?

ગૂંથ્યું   મેં   આવરણ   મદમાતો    અજ્ઞાની
કામ ક્રોધ લોભ મોહ લાદે છે મહામાની
        ઉતારી  ફેંકો   આ   આવરણ
         તો   આવે અજંપાનો તાગ

ક્લેશપૂણૅ   કરકામણ  દુરાચારી   હિંસાનુ
દ્વેષપૂણૅ દિલ લેતા સાધન આ જીવ્હાનુ
       ભક્તોના ભાવ ના દુભાવો
      તો   આવે અજંપાનો તાગ

અંતરને   ઓળખુ  ને  વિદ્યાને   વાગોળું
ભણી ગણી શાસ્ત્રો ને જીવનમાં ઓગાળું
  વાંચેલું   આજ   જીવી   જાણું
                 તો   આવે અજંપાનો તાગ               
    ———–
      તાગ=અંદાજ,માપ

| Comments off

સંતાનને— Let Go—

Posted in કાવ્યો by saryu on April 23rd, 2007

994179-R1-13-13_014

સંતાનને 

ભાવભર્યા    પ્રેમ   મધુ   ગીતે  ઉછેર્યાં
સંસારી   સુખચેન  સુવિધા  વર્ષાવ્યા
હે
તાળે   પ્રેમાળે    કામળે    લપેટ્યા
હૈયાની હુંફમાં હિલોળા, ઓ બાળ મારા

મીઠાં અમ મમતાના કુમળાં આસ્વાદને
વળતરમાં   આનંદે    ભરીયા   આવાસને
હાસ્યે અમ દિલને   બહેલાવ્યા અશેષને
હૈયાની હુંફમાં હિલોળા,  ઓ બાળ મારા!

પણ આવી છે આજ ઘડી શીખવાની ત્યજવાની
આગળ એ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી
પાછળ તું વલખા કાં મારે ઓ જીવ મારા?
આંસુના તોરણ  ને   ઉંના   નિશ્વાસ   પછી
મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી

આપુ છું,  મુક્તિ આજ તારા  નવજીવનમાં
આપુ છું,  મુક્તિ મારી  આશાના   બંધનમાં
આપુ છું, આંસુ સાથ ખુશી મારા નયનોમાં
સાચા આ સ્નેહની કસોટી,ઓ બાળ મારા

તું જ્યારે ચાહે, છે ખુલ્લુ આ દ્વાર મારુ
આવે  તો   વારુ,  ના  આવે   ઓવારૂં  .

                          ———                          

Let Go—

We raised you with love and tenderness.
We gave you  all  the worldly happiness
We surrounded you with all the kindness
You responded and returned all that gentleness

 But now I have to learn to let go
I finally emerge,
From the interlude of the emotional  blackmail 
And tears of my wounded heart’s wail

So my child,
 I set you free to your own universe
I set you free from my bondage of desires
I set you free with a happy tear in my eyes

Forever,
Open my heart and open my door
I’m happy you come, discern you don’t

 

| Comments off

વાસના

Posted in કાવ્યો by saryu on April 18th, 2007

 

lastscan

                                                                            

વાસના

આજ  જોઉં  વિસ્તરતો  વાસનાનો વડલો
જ્યાંવાવ્યો’તો નાજુક ને નાનોશો છોડવો

અણસમજુ    અજ્ઞાની   માળી   મેં  રોકેલા
રંગીલા પાન   એણે     મમતાથી  પોષેલા
અજાગ્રૃત    આસ્થામાં     કૂંપળો    રે   ફૂટી
                ને વિસ્તરતો વાસનાનો વડલો—

એક પાન ખરતું   ત્યાં દસ નવા   વિકસે
ઉંડા   એ   મૂળીયા   પથ્થરમાંય   વિલસે
જનમ   અંતર ,     અનંત    કર્મ    પડીયો
             ને વિસ્તરતો વાસનાનો વડલો—

બહુ રે  મોડું   થયુ ને   વસમો    આભાસ
જીવ   મારો     રુંધાયે    વડલાની    પાસ
ભટકું  હું!     દોડું   હું!         સંતોની   પાસ
              કેમ રોકું આ વાસનાનો વડલો?—
 
 જ્યાં    વાવ્યો’તો    નાજુક    નમ  છોડવો
ત્યાં     ઘેઘૂર    આ    વાસનાનો      વડલો
          ————–

| Comments off

માધવ હસતા

Posted in કાવ્યો by saryu on April 15th, 2007

        

IMG_8228

 ચિત્રઃ દિલીપ પરીખ

માધવ હસતાં
          
          
વિશ્વમાં     વૈશ્વવિકતા     જોઈ
        સરલ   તરલ  ભાવુકતા  જોઈ
        હૃદય   સુજન માનવતા જોઈ
      શ્યામ  મિલન આતુરતા  જોઈ
     મીઠું મીઠું માધવ મલકે માનવને હરખાતાં જોઈ

         જ્યારે   જનમન એક જ તાને
         મત્ત 
મર્મિક    ગુંજનના   ગાને
         સામવેદને        જ્ઞાને       માને
         ઓમકાર   સૂર    સૂણવા    કાને
       ત્યારે માધવ મીઠું હસતા માનવને મલકાતા જોઈ

          આદત   અવળી     ના   બાળકમાં
          સંપૂણૅ    શ્રધ્ધા   મહા    પાલકમાં
          ધીર    ગંભીર   સમતા  સાધકમાં
          અસીમ     પ્રેમ   ક્રૃપા     પાલકમાં
          એવા માધવ મીઠું હસતા માનવને મલકાતા
જોઈ

પૌત્રી ૪/૪/૨૦૦૭

Posted in કાવ્યો by saryu on April 7th, 2007

                            
                             અધૂરી પૂવૅજન્મની પ્રીત                         
      આજે પૌત્રી બનીને આવી
         દિલના પ્રેમસરોવર મધ્યે
            એવા કમળ બનીને આવી

      બાપુ બેનાના ચહેરા પર
         મંજુલ સ્મિત બનીને આવ
             મૃદુલ મીઠા સ્નેહ ઝરણમાં
               સૂર સંગીત બનીને આવી

     બુલબુલ મેનાના કલરવમાં
           વિધિનું ગીત બનીને આવી
           એવા ઉત્સુક અધીર અષાઢે
                   શાંત સમીર બનીને આવી
————
Ava Maya Parikh–4/4/2007

incomplete love of previous lives  
   today came as a grandbaby
  in the center of our hearts’ seagreen lovelake
    Ava arrived as a lotus          

 on the faces of Bapu Bena
     arrived as a sweet smile
 in our Mridul-gentle affectionate brook
arrived as Sangita-harmonious music 

 in the singing of robin and Mae-na
     arrived as a song of destiny
 Ava, in a season of anxiety and impatience
       arrived as peaceful Samir-gentlebreeze

 

 

કર્મનો મર્મ

Posted in કાવ્યો by saryu on April 3rd, 2007

કર્મનો મર્મ

કર્મનો મર્મ,  મર્મથી ધર્મ,  ધર્મથી નીતિ હું સમજી
કર્મ અકર્મ વિકર્મની સાથે સુકર્મની રીતિ હું સમજી

રોજ  રોજની   રટમાં જો  હું,  શુધ્ધભાવ ભરી રાચું
કામકાજ  ને   ફરજ   કરજમાં,   કરી શકુ    હું સાચું

સત્-સંસારમાં જીવી રહીને, સંતની પદવી પામું
સુખચેનમાં    રહ્યા    છતાંયે,    જનકરાજ   કહેવાવું

યમ નિયમના દસ સાધનો,  માતપિતાથી  શીખી
સમભાવ   સમતોલન  ભક્તિ,   ગુરુકૃપાથી   પામી

શ્યામની   ગીતા   દીપક મારો, ઘન અંધાર  હટાવે
રામ ને સીતા  હાથ  ઝાલીને,  સરયૂ   પાર ઉતારે

| Comments off

સ્વભાવ / Nature

Posted in કાવ્યો by saryu on April 2nd, 2007

સ્વભાવ

જન્મજાત વળ વલણ  સમતા  અભાવ
ભારેલા    અગ્નિમાં,     ઢાંક્યો   સ્વભાવ

મધુકર   ને   મક્ષિકા  મ્હાલે  છો   મિત્રતા
મધુ   લેશે  મધુકર, લે માખી  મલિનતા

માયાના  મૃગજળ  જે   લોભે   તરસાવતા
તમસતપ્ત  માટી પર વંટોળો  આવતા

ઘસીઘસી જ્ઞાની  કરે ઉજળી  અજ્ઞાનતા
પામરની   પૂંછ,  સીધી   કરવી  જીવાત્મા

ચર્ચા   ચતુરાઈ   રંગ પલટા    દેખાવના
સોનુ   સ્વભાવ,  ઘાટ બદલે    સંભાવના

———–

Nature

The   inborn   nature  is an  immanent core
The  changes   around   are  transient  fore

knowledge know-how, will tarnish with time
Identifies   with   the    impetuous    mind

The  layers and layers of illusive  favors
Selfish  and  centered  are solo endeavors

The authentic shine is covered with creed
The  letters of  life are colored with greed

Put  dynamic  efforts  to  wake and wean
Forget  the  lessons  you labored  to learn

Though  ego   for  ever  is  continual  keep
The  intrinsic nature will propel and  peek

——————–Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.