Archive for November, 2010

યાદ ન કરાવ

Posted in કાવ્યો by saryu on November 16th, 2010

ચિત્રઃ દિલીપ પરીખ

યાદ ન કરાવ

નહીં રે કરો મારા કાન્હાની વાત,
દિલના દરવાજેથી વાળી લ્યો વાત,
 આરત અક્ષરની ના એને વિસાત,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

ઉધ્ધવજી આવ્યા ને લઈ ગ્યા અમ પ્રાણ,
હવે એની લગનીના ચાલ્યા લખાણ,
 રહેવા રે દયો હવે એના વખાણ,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

રુકમણી બોલાવે દોડી ગ્યા ક્‍હાન,
હવે એની પ્રીત્યુની ત્રીલોકે જાણ,
આકરી રે સૂણવી એ અપહરણ ક્‍હાણ,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

વાતને વિસારૂં  ઘાવ મ્હાણ રે રૂઝાય,
આંખોની ઓઝલમાં નીર જઈ સૂકાય,
જીવ મારો રહીરહીને કળીયે કપાય,
સખી! નહીં રે કરો મારા કાન્હાની વાત.

એંધાણી આજ લહે ધ્યાન મારૂં બ્‍હાર,
અષાઢી અંબર ઝળુંબે મારે દ્વાર,
‘તારો છું’  કહીને આલિંગે ઘનશ્યામ,
સખી! વ્હાલપ વિભોર સૂણું કાન્હાની વાત.

——

| Comments off

પરાવર્તન-સત્યકથા / Turn Around

Posted in સ્વાનુભવ by saryu on November 13th, 2010

પરાવર્તન                                                                   લે. સરયૂ પરીખ

અમેરિકામાં ઘણા વર્ષો રહ્યા પછી, મુશ્કેલીમાં મુકાયેલી ભારતિય બહેનોને મદદ  કરતી સેવાસંસ્થા સાથે હું સંકળાયેલ હતી. એ દિવસે ફોન પર શોના નામની બહેનનો દુઃખી અવાજ મદદ માંગતો હતો. વાતચિત પરથી ખ્યાલ આવ્યો કે મરાઠી, હિન્દી અને અંગેજી ભાષા એ જાણતી હતી. મેં એને મળવા બોલાવી અને એની ગાથા સાંભળી.
“મેં તમને મારૂં નામ શોના કહ્યું પણ, મારૂં ભારતિય નામ  દીપિકા  છે.”

દીપિકા મુંબઈમાં એક પ્રતિષ્ઠિત કુટુંબની હતી. અઢાર વર્ષની ઉંમરનો થનગનાટ અને દૂર દેશના સ્વપ્નાઓનું આકર્ષણ ખાસ કોઈ કારણ વગર સ્વજનો સામે બળવો જગાવી રહ્યા હતા. કોલેજનું પહેલું વર્ષ હમણા પુરું થયેલુ.  એ સમયે ત્રીસેક વર્ષના માણસના પરિચયમાં આવી. પોતે હિંદુ અને એ મુસલમાન અને બીજા બધા ભેદભાવને વિસારે મુકી એની ચાહતમાં ખોવાઈ ગઈ. એની સાથે લગ્ન કરી અમેરિકા આવવા માટે પોતાની ઉંમર, નામ વગેરે અનેક સાંચ જૂઠ કરી, પાછા ફરવાના રસ્તાઓ બંધ કરી, દેશ છોડી, અમેરિકા આવી ગઈ. અહીં નામ શોના રાખ્યુ હતું.

મુંબઈમાં એના પરિવારના સભ્યો લોકોને કહેતા રહ્યા, “દીપિકા અમેરિકા ભણવા ગઈ છે.”
અહીં આવતા જ પોતાની  ‘પિંજરના પંખી’ સમી  દશાની  પ્રતીતિ  થઈ  ગઈ.
એનો પતિ મોટર ગેરેજમાં કામ કરતો હતો. બે વર્ષ પછી એક પુત્રની માતા બની. આ સમય દરમ્યાન પતિની રુક્ષતાનો અનુભવ ચાલુ હતો. એક વખત પોલીસને પણ એણે બોલાવ્યા હતાં.
શોના એક ગીફ્ટ શોપમાં કામ કરતી હતી.  પોતાની હોશિયારી અને ચપળતાથી નોકરી સારી રીતે સંભાળતી હતી.

જયારે એ મારી પાસે આવી ત્યારે  એ સ્ત્રી-આશ્રયગૃહમાં ત્રણ મહિનાથી એનાં પાંચ વર્ષના દીકરા સાથે રહેતી હતી. બાળક માતાપિતા વચ્ચે આવ જા કરતો હતો. પોતે નોકરી કરતી હતી અને નર્સ આસીસ્ટન્ટનુ ભણતી હતી. આગળ  ભણી નર્સ  બનવાનુ  એનું  લક્ષ્ય  હતુ.

ઘરમાં ત્રાસ સહન કરીને આવતી બહેનોને અમારા જેવા અજાણ્યા પાસે પોતાની જીવન કહાણી કહેવી એ બહુ જ પીડા જનક હોય છે. શોનાને ત્રણ રીતે મદદની જરૂર હતી. એને  પોતાનું, ભાડાનું
ઘર લેવાનુ હતુ.  કોલેજની  ફી  ભરવાની હતી  અને સૌથી  વધારે, વકીલની જરૂર હતી. અમારી સંસ્થાના સભ્યો સામે દરખાસ્ત મુકી. શોનાની ધગશ અને નિશ્ચય વિષે સાંભળ્યા પછી મંજુરી મળી.

અમે અભ્યાસ માટે અને વકીલ માટે પૂરતી મદદ અને ભાડા માટે અમુક મહિનાઓ સુધી મદદ આપવાનું નક્કી કર્યું. હવે તો એને કોઈ રોકી  શકે  એવો  અવરોધ નહોતો. એનો આત્મવિશ્વાસ અને ધગશ બળવાન હતા.
એનો પતિ એને છોડવા માંગતો નહોતો  તેથી  છૂટાછેડા માટે  શોના ને  જ શરૂઆત કરવી પડી.

શોના કહેતી  કે, “મારે મારા બાળકની સંભાળ સિવાય કશું જ નથી જોઈતું.” એ ભણવામાં  અને પોતાના જીવનને વ્યવસ્થિત કરવામાં પૂરા જોશથી વ્યસ્ત થઈ ગઈ. જુદા જુદા કારણો સાથે એના ફોન આવતા રહેતા. કોઈ વખત  બહુ ગભરાઈ જતી. કોર્ટના ધક્કાઓ, મહિનાઓનો વિલંબ અને પરિણામની અનિશ્ચિતતા એને ઘણી વખત  રડાવતા. આવેશમાં  ક્યારેક  કહેતી, “હું મારા દીકરાને લઈને કેનેડા  જતી રહું અને મારો પત્તો જ ન લાગવા દઉં. એને પાઠ  ભણાવવાની  છું.”  એના વિચારોથી મને ચિંતા થઈ જતી. એની સાથે કલાકેક વાતો કરી અને  કેટલી  મુશ્કેલીઓ આવી  શકે  એ સમજાવી, એને શાંત કરી ઘેર મોકલતી. મને એટલી નિરાંત હતી  કે  એ મને પૂછ્યાં વગર કોઈ  પગલું નહીં ભરે.

ઘણી વખત એનો ઉત્સાહભર્યો અવાજ સંભળાય, “દીદી, મને બધા વિષયોમાં ‘એ’ ગ્રેડ મળી છે.” શોનાને સ્કોલરશીપ મળવાની શરૂ થતાં અમારી સંસ્થાને થોડી રાહત મળી.
ઘણાં મહિનાઓની ખેંચતાણ પછી છૂટાછેડાનુ પરિણામ આવ્યું. બન્ને મા બાપને દીકરાની સરખી જવાબદારી લેવાનો હૂકમ હતો. હવે શોનાને ખૂબ ધીરજ અને કુનેહથી પતિને નારાજ કર્યા વગર રસ્તો કાઢવાનો હતો. કોલેજમાં એને કોઈ અમેરિકન મિત્ર હોવાનો ઈશારો કરેલો. કહેતી હતી કે બહુ વિશ્વાસપાત્ર છે. એક વખત એના પતિના બહુ આગ્રહથી એને ત્યાં  દિવસ રહેવા ગયેલી. બીજે દિવસે કારમાં શોનાને એનો પતિ મારતો હતો એ જોઈ પડોશીએ પોલીસ બોલાવી. ત્યાર પછી એના પતિને અમેરિકા છોડવાની નોટીસ મળેલી.  ફરી એ અમેરિકામાં પ્રવેશ ન કરી  શકે એવો પણ હુકમ હતો.

ભારત જતાં પહેલા એના  પતિએ  જીદ કરી  કે, “હું દીકરાને ભારત લઈ જઈશ અને તું પછી આવજે અને હું તને ખુબ મોજમાં રાખીશ.”  શોનાને હા માં હા મીલાવવી પડી કારણકે  ભણવાનુ એક વર્ષ બાકી હતું  અને  પોતાનો  નિર્વાહ  મ્હાણ કરી રહી હતી.  મુંબઈમાં  શોનાને  પોતાની નણંદ પર ભરોસો હતો  કે  એ બાળકને  સાંચવશે. મન  પર  પથ્થર  મુકીને  દીકરાને એના પિતા સાથે  જવા દીધો.

મને વાત કરતી હતી  કે ભારત જઈને  દીકરાને લઈ આવીશ. વકીલની સલાહ લઈને જે તે કામ કરવાની હતી. અશક્ય  લાગતી  યોજના  વિષે  અમે  થોડા  દિવસોમાં  ભૂલી  ગયા.

થોડા મહિનાઓમાં  ફોનની  ઘંટડી  વાગી અને  એનો આનંદથી  ગુંજતો  અવાજ  આવ્યો,
“દીદી! કહો  કેમ હું ખુશ છું? કારણ…. મારો  દીકરો  મારી  બાજુમાં  બેઠો  છે!” હું  આનંદાશ્ચર્ય  સાથે
એની  વાતો  સાંભળી  રહી  હતી.
“મારા દીકરાના  ગયા પછી, નોકરીમાં  બરાબર ધ્યાન આપી સાથે સાથે  ભણવાનું, ધાર્યુ  કામ પૂરું  કર્યુ.  મારા  જીવનનું  લક્ષ્ય સતત  મારા  મન મગજમાં  રમ્યા  કરતું.  મેં  માઈકલ, અમેરિકન મિત્ર, સાથે લગ્ન કરી  નિયમ  અનુસાર  મારો અને બાળકનો પાસપોર્ટ  તૈયાર કરાવી  લીધો.”

શોના  બરાબર યોજના  કર્યા  પછી  ભારત ગઈ  હતી અને એના  માતપિતાની  માફી  માગી પ્રેમથી એમની સાથે રહી. એ  લોકો  પણ  પૌત્રને  મળીને  ખુશ  હતા. મુંબઈમાં, શોના  રોજ  થોડા કલાકો  દીકરાને પોતાના  પિયર લઈ  આવતી  અને  પતિના, ઘર  રાખીને  સાથે  રહેવાના, સપના  સાથે  સમંતિ  આપે  રાખતી. માઈકલ દિલ્હી આવી ગયો હતો અને અમેરિકાની  ત્રણ  ટીકીટૉ  લઈ  રાખી  હતી. નક્કી કરેલા દિવસે, શોના રોજની જેમ દીકરાને લઈને  નીકળી અને મુંબઈથી  સીધી  દિલ્હી  જવા રવાના થઈ ગઈ. પછી  દિલ્હીથી  ત્રણે  જણા  અમેરિકા  આવતા  રહ્યા.
જરા  અટકી ને પછી ગળગળા અવાજે બોલી, “મારા દીકરાને  પિતાના  પ્યારથી  વંચિત નથી  રાખવો,
પણ યોગ્ય પરિસ્થિતિની રાહ જોવી જ રહી. તમારા સૌના સહારે, શોના આજે  ફરી દીપિકા બની છે.”

સાત વર્ષ  પહેલાં  અણસમજમાં  રસ્તો ભૂલેલી  દીપિકા  પાછી  ફરી, ખંત  અને  વિશ્વાસ સાથે  સાચે  રસ્તે  પગલા માંડી  રહી  હતી.

———–

અણસમજ


એક    કિશોરી    કરતી    ભૂલ

ખૂંચતી  રહે  જનમભર    શૂલ

મા  એને   મંદિર   લઈ   જાતા
બાપુ  મહત્   મુખી   કહેવાતા
સહજ હતા સુખ ને સગવડતા
મોજ  શોખ   એને   પરવડતા

અધ્યાપનમાં  આગળ   ભણતાં
મુલાકાત   થઈ    હરતા  ફરતાં
યૌવન  જોમ   હ્રદયમાં   છલકે
સપના ખુલી  આંખમાં   હલકે

ભોળું   મન   લલચાવે    વાતો
હિંદુ  મુસ્લીમ   વીસરી   જાતો
ઉંમર  ભેદ   ને   જૂઠી     શર્તો
લેતી   માત્રિ    વિરોધી   રસ્તો

નવો   દેશ   ને  પતિ   પાવરધો
પિંજરમાં   એનાં    વિતે   વર્ષો
બાળ  શિશુસહ  ઉદાસ  આંખો
છૂટવાને      ફડફડતી     પાંખો

મ્હાણ  પકડતી  હાથ  અજાણ્યા
આત્મજ્ઞાન    શ્રધ્ધાને    જાણ્યા
સપ્તપદીના          સાતવર્ષમાં
બન્યા  હતાં જે  સાવ અજાણ્યા

મડાગાંઠ   જે    પડી    ગયેલી
ખુલી   તોય   ગૂંચવાઇ  પડેલી

ખેંચતાણ   ને    જોરા   જોરી
વચમાં  બાળક   પરવશ   દોરી

સુલજાવીને     વિકટ     વૃત્તને
લઈને     ચાલી    બાળ
પુત્રને
સ્થિર  ચરણ  ને  દોર   હાથમાં
ઉજ્વલ  ભાવિ  નવા  સાથમાં

જાગ્રત  છે   એ  આજ  પછીથી
જીવનમંત્ર   સત   કર્મ  વચનથી
ફૂલ  કળી  ફરી  નિર્મળ ખીલતી
પ્રેમ  પર્ણ  પર  વાછંટ   ઝીલતી

———————-

Turn Around

I had been a volunteer for a domestic violence organization for many years when one day I received a call requesting help from a young, educated Indian woman. She was calling from a women’s shelter where she had been staying for the last three months with her five-year-old son.

She was a petite, smart-looking young woman. But her face carried lines of worry.  She said, “I told you that my name is Shona, but my given name is Deepika.”

She was from a prestigious family in Mumbai. When she had met her husband, he was 30 and she was only 18 and had just finished her first year of college. As a teenager she had big dreams and was rebellious. When she was given the opportunity to go to America, she forgot that she was a Hindu and he was a Muslim. She thought that she was in love and ignored all the warning signs. They lied about her age and used several other tricks to get her visa. Deepika came to the USA and closed all doors behind her in India. She became Shona.

With tears in her eyes, she said, “My family was so ashamed. They told people that I had gone to the USA for studies.”

Her husband worked in an automobile garage. Shona was working in a gift shop. She had a good relationship with the owner of the shop and did her job well.  But her husband had become abusive. Two years after their marriage, she gave birth to a son. The rough treatment from her husband was hard on her. One time she had to call the police. The situation had become unbearable at home, so she had taken this desperate step of moving to the shelter.

When she came to see me, she had just been informed that she needed to move out of the women’s shelter. She was studying at the local community college to be a nurse’s assistant, and her ultimate goal was to become a nurse.  She was seeking financial and emotional support.  She needed money to rent her own apartment, to pay college fees, and to get a good lawyer. I presented her case to the board of the domestic violence organization. They were impressed by her determination and the desire to become a professional individual. We approved rent money for several months, paid her college fees in full, and found her a lawyer.

Now Shona was able to focus on her studies and her son.  She filed for divorce. She said that she did not want anything except custody of her son. But things have a way of getting complicated. So many times she would call me in total frustration:  the long delays in the court system, the uncertainties and responsibilities.  It concerned me when she said, “I will escape to Canada with my son and make sure that he can never find us. I need to teach him a lesson.” I would try to calm her down and point out the legal problems that would arise for her if she were to do something so desperate. In time, I felt assured that she would not do anything rash.

Now and then I would hear her excited voice on the phone.  “Saryu!  Guess what?  I got A’s in all of my classes!” She received a scholarship for the following semester so it was less of a burden on our organization.

Her divorce was finalized, and Shona got joint custody of their son. She realized that she had to be more careful and maintain cordial relations with her ex. In the meantime, she was getting to know one young man named Michael. She said he was very kind and trustworthy.

Upon her former husband’s insistence, one day she visited him for several hours. But when she was leaving, a neighbor saw him hit her. The neighbor called the police. After that he was ordered to leave the country with no option to re-enter.

But all this time, her ex was confident that Shona would come back to him. He insisted on taking their son back to India with him. He said, “Over there, everything will be back to normal. You come later, and I will keep you in comfort.”  Shona had to agree with a heavy heart. She was barely supporting herself and had at least two more semesters to study. She knew his sister in India would take good care of her son.

Shona secretly married Michael and had prepared the necessary passports for herself and her son. She finished her final exam and flew to Mumbai the next day.

Her ex had rented them an apartment and had made plans for their life together. Shona made peace with her family and let them know her situation. Every day she would take her son to her parents’ house at a specific time. As planned, Michael quietly came to Delhi and booked three tickets to fly back to America.

One day, with the pretext of going to her parents’ house, she left with her son and instead took a flight from Mumbai to Delhi, where they met Michael. From there, Michael, Shona and her son flew safely back to the U.S.

I was surprised to hear her excited voice on the phone. “Saryu! Guess why I sound so happy!  It is because my son is right here sitting next to me. We just got back from India. Thank you for giving me the chance to become Deepika once again.”

I felt the happy vibrations of a mother’s heart.

The veil of desires and greed prevents a person from looking at the realities.
The experience leaves the un-repairable bruises long after coming out of the situation.
Almost seven years ago, as a teenager the choices she made, has cost her a lot.

————–

દિવાળીનો મર્મ

Posted in કાવ્યો by saryu on November 1st, 2010

દિવાળીનો મર્મ
અગ્યારસઃ
અગ્યારસ  ઉપરવાસ,તપ ને નિયમન
વિખરાયલ વ્રુતિઓનો  સંયોજક   દિન

બારસઃ
વાક બારસ,  વિમળ  વાણી   વરદાન
દેવી  મા  શારદા, સમર્પણ  આ  દિન

ધનતેરસ
ધનતેરસ, સમજાવે  સૃષ્ટિની    વૃષ્ટિ
યોગ્ય વ્યય સંચય  સમતોલન આ દિન

ચૌદશ
કાળી ચૌદશ,  મનઃ  ક્લેશનુ   મરદન
નષ્ટ કષ્ટ  કકળાટો,     ગોષ્ઠીનો દિન

દિવાળી
દિવાળી  આજ, મધુ-દીપ  હું  જલાવુ
અંતઃકરણ  અજવાળે  શાંતિનો     દિન

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.