Archive for May, 2007

રિદ્ધિ-સિદ્ધિ

Posted in કાવ્યો by saryu on May 15th, 2007

ચિત્રઃ દિલીપ પરીખ


   રિદ્ધિ – સિદ્ધિ
મનના    માહોલમાં    આવે   જો   શુદ્ધિ
કામ  ક્રોધ   મોહ  પર  આવે  તો  સિદ્ધિ

બંધનને   મોક્ષનું     કારણ    છે    બુદ્ધિ
યોગના    હલેસા     યમોની    વિશુદ્ધિ

જન્મો જન્માંતરની     નિર્મિત   સૂનિધિ
 જડમૂળથી   જાયે  ના   દુર્ગુણ    દુર્બુદ્ધિ 

ઉત્તરોત્તર   મનવામાં     શાંતિની  વૃદ્ધિ
સત્કર્મે      ધોવાયે     અંતર      અશુદ્ધિ

ગણના  ગણપતિ  સાથ રિદ્ધિ ને સિદ્ધિ
જનના   કલ્યાણ  અર્થ   સંપન્ન સમૃદ્ધિ

—–

 

 

| Comments off

મૂંઝવણ

Posted in કાવ્યો by saryu on May 15th, 2007

P331

મૂંઝવણ

સખી! કેમ કરી જાણું આ મોહનની મોરલી
કે  ઠાલી કોઇ  વાવરતી વાંસળી!
સખી! કેમ કરી જાણું આ  સર્વોત્તમ  સાધુ
કે  મારા સમ  કોઇ  જિજ્ઞાસુ!
સખી! કેમ કરી જાણું આ ઇશ્વરના કૃપા કુરુ
કે  મનને  મનાવેલ   ઠગ ગુરુ!
સખી! કેમ કરી જાણું, સ્વીકારું આ  શમણું
કે   આગળ  પંથે  કોઇ  શરણું!
સખી! કેમ કરી જાણું આ મારગ છે સાચો
કે ભટકું હું મારગ લઈ ખોટો!

આદિ  કોઈ  કાળમાં  કૃષ્ણ  અને બુદ્ધા,
આ કાળે ક્યાં, જે  મીટાવે  મમ ક્ષુદ્ધા!
ભક્તિ ને શાંતિ  બે  સર્વ   પળે  શોધ્યા,
કોણ હાથ ઝાલી  લઈ  જાશે અયોધ્યા
!

માફી

Posted in કાવ્યો by saryu on May 2nd, 2007

       માફી
    (સાંધામાં પણ સાંધો છે
    ને એમા મારે વાંધો છે)

માનવના ભેજાની, કંઇ અવળી સવળી ફાંટો
મારી સર સીધ્ધી વાતોની, વાળે જોને ગાંઠો

  અરે! અમે બોલીયા ,” ભલે પધાર્યા”
  તો એ સમજે , ” જાઓ પરબાર્યા”
 અરે! જો બોલું, ” હવે ક્યારે મળશો?”
  તો એ સમજે, ” હવે ક્યારે ટળશો?”

“તમે આ બોલેલા સંધ્યા ટાણે,
 તમે તે બોલેલા જમવા ટાણે”

  મારા ભોળા દિલને ના ભરમાવો,
   આંટીઘુંટીએ કાં ચકરાવો!
     માગું માફી કઈ બાબતમાં,
      ખામી રહી ગઈ ક્યાં સ્વાગતમાં?

 કાંઈ નહી, લ્યો માફી માગું
માફીની  પણ માફી  માગું
 ગર્વ કરો તમ જીત ગણાશે
  ને મારે હૈયે  ટાઢક વળશે
——-

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.