બાલ નંદન Innocence
બાલ નંદન
ફૂલ ગુલાબી ચહેરા રોજ આવે મારે બારણે
મલકે કરચલીઓ સજી હેતભર્યા તોરણે
આંખના અણસારથી કે હોંઠના હિલોળથી
આવતી ખુશાલી મારે આંગણ અણમોલ સી
પસરાવી હાથ પ્રિય બાળકડાં બોલથી
આવરીલે ક્ષણમાં મિષ્ટ માસુમ કિલ્લોલથી
ચલવિચલ દોડતા વણથંભ્યા એ ચરણથી
દોડ, બાપુ, દોડ! અનુરોધે જીદ વ્હાલથી
પકડે કોણ કોને ! ખેર, આનંદ સૌ અનુભવે
લઈ લીધા દોડી આવી બાથમાં આ શૈશવે
બાલ હાસ્ય સુરખી મૃદુ નિર્મળ નિરંજના
Rosy fresh blossoms, show up at my door
The sweet smiling faces, we love and adore
The twinkle in their eyes, soft and so sure
A special precious pleasure, pious and so pure
Spreading cheery arms, “Come to me sweethearts!”
A fraction of a moment, encircle our hearts
Frisky tiny feet, scurry round all around
” Run, Bapu, run!”, The gleeful singing sound
Who is chasing whom? A simple silly race
Childhood runs to us and gathers in embrace
Sparkling shiny smiles, a blissful resonance
Darling little ones hold divine innocence

