Archive for January, 2008

અપેક્ષા-એક ડગલું આગળ

Posted in કાવ્યો by saryu on January 29th, 2008

 

 ચિત્રઃદિલીપ પરીખ

અપેક્ષા-એક ડગલુ આગળ

અપેક્ષા  સુશીલા   સુમતિ    સંતોષ
  ચાર     સહેલીમાં    એક    રસદોષ
  આગવી  અપેક્ષાની  જીદ   હરદમ
  “આગળ હું  ચાલીશ   એક કદમ”—

 સુમતિ   સુશીલાનો  સીધો   સહકાર
  સુખી    સંતોષીનો   મીઠોં    આચાર
 આશા ત્યાં આવી ને  લાવી  વિચાર
 “ક્યાં છે મેં ઇચ્છેલું, છે કંઇ દરકાર?”—

  સર્વેશું ન્યોચ્છાવર, કાળજીની  કોર
પણ નાનીશી નખલીમાં ખટક્યો છે દોર
  સુજ્ઞા   સંતોષીનું  ચાલ્યુ   ના  જોર
  મતલબી   અપેક્ષા   દોડી   છે  મૉર—

સુમતિ  ને  શુશીલા  ઝાલે   રે   હાથ
સંતોષી    ચાલે     અપેક્ષાની     સાથ
હસી  મળી રોજ   કરે   ઇચ્છા    કમજોર
ચારે સાહેલીઓની દોસ્તી કંઇ ઓર 

——-

ચંદ્રમા

Posted in કાવ્યો by saryu on January 17th, 2008

P337 ચંદ્રમા

ઊંચેરી   ટેકરી   ને   ઊંચો   આવાસ
પાછલી   પરોઢનો   નિર્મળ   ઉજાસ
આછેરી  ઊંઘમાં   મંજુલ    આભાસ
     ટહુકો  હું સાંભળુ,   જાગ્યો ‘બિશ્વાસ’

ઉમંગે  ઉઠી  આવી  હું   લેવાને બાળ
ચકિત બની  ચંદ્રમાને  જોઇને બહાર
નીરવ સૌમ્ય અંબરને તારલાની હાર
     મસ્તાની   ચાંદની   મોહે    મન બહાર

લાગણીની   લહેરો   દિલમાં લહેરાય
દૂર   દેશ   દેવા   સંદેશ    ઉડી    જાય
પ્રિયત્તમ! આ ચાંદની ને મીઠેરો ચાંદ
      અર્પે  છે  મધુરી  અમ જીવનની  યાદ

 



Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.