Tears Of Compassion / અનુકંપાના આંસુ
અનુકંપાના આંસુ
મીઠા મોંઘેરા ઓ બાળ, તારી રક્ષા કરવા કાજ
આજે નાની તારી પાંસ,તને કદી ન આવે આંચ
હું યાદ કરું છું આજ, આંસુ સાર્યા મા ને કાજ
મારા વ્હાલા નાની નહોતા, મારી લેવાને સંભાળ
મારું વચન તુજને આપુ, રહેવું નજીદીક તવ તનમનથી
તારા નયનોમાં હો આંસુ, નાની લૂછે ખાસ જતનથી
છો માનવ, લ્હાવો મળશે કંઇ લાગણીઓ ચીતરવાને
અનેક કારણ મળશે તુજને, ભીની આંખો નીતરવાને
ભલે રડે તું કો’ને માટે, મારા આશિષ તુજને આપુ
વહેજો નિર્મળ દર્દ ભરેલા, સાંચી અનુકંપાના આંસુ
પ્રેમળ સંવેદનશીલ આંસુ
————-
Tears Of Compassion
My darling little one
Your granny is here to veil
So, no sorrow can prevail
I remember shedding tears
For my Granny couldn’t be here
To shower love and flower flare
I promise you, my sweet
Will surround you with care
I will mend your tiny tear
As a gentle human being
You are blessed with many feelings
You may cry for some one else
The tears of kind commiseration
Smile through tears of compassion
————-