Archive for February, 2018

ભુલભુલામણી

Posted in કાવ્યો by saryu on February 4th, 2018

ભુલભુલામણી

ઉરે આનંદ ને આરતની ઝૂલે લાગણી
ઊર્જ ભરતી ને ઓટની  ભુલભુલામણી

વિમલ  વાયે વસંતના  રસિક વાયરા
તારી ચીઠ્ઠી  આવે, લાવે મુકુલ વાયદા
તેમાં રાચીનાચીને જોઈ છબિ નિર્મળા
સખા, વિખરાઈ વેરાયા વિરહ વાદળા

મીઠી તનમાં ધ્રુજારી ને શીતળ પવન
જલે ચિતવનમાં ઉષ્માની ભીની અગન
પીળા પત્તાની કોરણે સ્તંભિત સ્તવન
જોઉં કૌતુક, એક કુંજ કળી ગાયે કવન

ધીમાં ધીમાં રે ગાન કહે આવે મેમાન
તાર સપ્તક ગોરંભી દે અલબેલી તાન
સ્મિત કુસુમો પરોસે અનેરી પહેચાન
ના રોકું ટોકું  દિલે ધડકન અભિયાન

રચી સ્વપ્નિલ  રંજન, હું  આંજુ અંજન
અર્ધચેતન સંધાન તોયે તૃપ્ત મારું મન
—-

પરિસ્થિતિ, અચોક્કસ પણ આશાસ્પદ.
મનની સંતુલિત અવસ્થા. અધૂરપમાં પણ તૃપ્તિ.

| Comments off

મને ખબર નથી

Posted in કાવ્યો by saryu on February 1st, 2018

 

મને ખબર નથી

પ્રશ્નો પૂછીને બધું જાણું, થોડું લૂણ ઉમેરીને સુણાવું,
ખબરો સજાવીને લાવું, મને જાણ છે કહીને ફુલાવું.
હળવી હકીકતના ચક્રમાં, તમાશાના તેલને મિલાવી,
નિર્મળ એ નીરને ચુગલીની છાલકે ગહેરા રંગોથી ડહોળાવું.

કહો વાત શું હતી, શું થયું’તું? ઊડતી અફવા જે મળી’તી,
વાગી  શરણાઈ પછી  ઓચિંતી વાત ક્યમ ટળી’તી!
ધીમે કહેજો રે મારા કાનમાં જાણી મને પોતાની આપની,
પોરસાઈ મારે કહેવાય મને એ બધી બાતમી મળી હતી.

પણ, શાંતીના દુત સમા, નમણું હસીને તમે ના ભણી,
ને એટલું જ કીધું કે હું બેખબર હતી એ ખબરથી.
મતવાલી વાણીને દઈને નિરાંત કહે, બેસો મીઠેરા ભાવથી,
ખાલી સમયના પાને લખો સખી, સાદા શબ્દો ‘મને ખબર નથી’.
—–

મનુષ્ય સ્વભાવ, બીજાની વાતો જાણી પછી થોડું ઉમેરી ઘણા લોકોને કહે. એમને કોઈ સમજદાર અને શાંત વ્યક્તિ સાથે વાર્તાલાપ થાય ત્યારે કેવો જવાબ મળે છે. વિચારોના વમળાટ અને અસ્ખલિત વાણીને રોકતો નમ્રભાવ,
‘મને ખબર નથી’. આ વાક્ય પાછળ ઘણી શાંતિ દોરવાય છે. કારણ એ પછી આગળ ખાસ કોઈ ચર્ચા લાંબી ચાલી ન શકે.
પ્રતિભાવઃ Yes. ”mane khabar nathi” is a beautiful, very peaceful, and amicable conclusion. આનંદ રાવ.
——-
| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.