Archive for January, 2016

પુનઃ સાકાર

Posted in કાવ્યો by saryu on January 31st, 2016

પુનઃ સાકાર

દાદા દાદી  વાત  કરે  મીઠી   યાદો  મમળાવે,
સાંજ ઢળ્યે તું નદી કિનારે  કેવી મળવા આવે!

ફૂલ  લઈ હું  રાહ  દેખતો  ઉત્સુકતાથી  તારી
તું  આવે તો સંધ્યા ખીલતી ના આવે કરમાતી

વીસરીને  વર્ષોની  રેખા  પુનર્મિલન હાં કરીએ
મધુર મધુર યાદોને વ્હાલી ફરીથી નંદન કરીએ

દાદા  ફક્કડ  પહેરણ પહેરી  ઊભા નદી કિનારે
ફૂલ  સંભાળે,  થાકે,  બેસે,  ઊઠે  રાહ   નિહાળે

દાદી ના દેખાયા અંતે  ધુંઆપૂંઆ થઈ આવ્યાં,
“કેમ ન આવી?” રોષ  કરીને દાદીને  તપડાવ્યાં

અચકાતી, શરમાતી  ધીમે  ધીમે  બોલી દાદી,
“કેમ  કરીને આવું?  મારી  માએ  ના કહી દીધી.”

                      ——-   સરયૂ પરીખ

Anger

Posted in કાવ્યો by saryu on January 16th, 2016

Anger

When ashes of anger smother the flame,
and the mind fumes within,
Imprudence covers all your senses
and conscience gets crushed with pain.

The beautiful world looks weird
And faith and trust are unknown
Self-pity rules emotions
to create unworthy commotions.

Anger is good if you are aware
and it does not control your senses
When your senses are holding the reins of anger
and the wisdom rides beside.
The fire of anger illumines the path of others
and spreads the peace within.

                         ———  Saryu Parikh

   Bhagavat Gita’s teaching.    Good anger=પુણ્યપ્રકોપ

પુણ્યપ્રકોપ

ક્રોધાગ્નિની ક્લાંતરાખ સમતલ બુધ્ધિને  ઢાંકે
કૃધ્ધ કર્મથી  અન્યજ  તેમજ  અંતરને  પ્રજાળે
પ્રકોપ પાગલ  રાજ કરે  ને સમજણને  પોઢાડે
પરજાયા  ને  અંગતને પણ,  ઉગ્ર આંચ  રંજાડે.

સુંદરત્તમ આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે
શ્રધ્ધા નિષ્ટા  મુખ  ફેરવી અબુધ  થઈને  નાસે
લાગણીઓ  કકળતી બેસે  આત્મદયાની  આડે
ક્રોધાન્વિત  મનઆંધી  કાળા  કર્મો  કરવા  પ્રેરે

ક્રોધ બને સુમાર્ગી સાચો જાગૃત જીવની સાથે
વૃત્તિઓ  લે   રોષને  વશમાં   આવેશોને નાથે
પુણ્યપ્રકોપે  ઉજ્વલ  જ્વાલા  ઉર્જાને  જગાડે
પ્રજ્ઞાચક્ષુ   ખોલી    મારગ  અનેક્ના   ઉજાળે

અંગારા ના હસ્તક લઈએ જ્યોત કામમાં લઈએ
જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ

 ——–
ક્લાંત=બેચેન

comment by P.K.Davda…બહેન, કવિતામાં તમે ગીતાનો સંદેશ બહુ સરસ રીતે આપ્યો છે. ગીતામાં કહ્યું છે કે ઈન્દ્રીયસુખમાંથી મોહ જન્મે છે, મોહમાંથી ઈચ્છા. ઈચ્છામાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધ બુધ્ધીને ભ્રમિત કરે છે, ભ્રમિત બુધ્ધી નાશને નોંતરે છે.”

| Comments off

પુત્ર અને પૌત્ર

Posted in કાવ્યો by saryu on January 2nd, 2016

પુત્ર અને પૌત્ર

 મારી આંખ્યુનું તેજ ને કલેજાનો ટૂકડો, મારી હસતી રેખાનો દોરનારો
માસુમ  ગોપાળ આજ  માધવ કહેવાયો  ને જગના  મેળામાં ખોવાયો

મીઠા  હાલરડા  ને  પગલીની  છાપ પર, સમય  સાવરણી જાય ફરતી
રાખવાને  ચાહું  હું  પાસે  પાસે  ને  દૂર  પંચમ  સોહિણી  ધ્યાન  હરતી

જાણે’કે  કોઈ  કરે  અવનવ  એંધાણ,  મેઘ  ખાંગા ને ઘેલા થઈ  ગાજે
તુલસી  ક્યારે  દીપ ઝીણો  લહેરાય, નયન  જાળીમાં ચમકારા  આજે

આત્મજ   આયો, તેની  આંગળીએ  જાયો, તાદ્દશ  પિતાનો  પડછાયો
હૈયામાં   હેતના  ઓઘ  ઊમટિયા,   પૌત્ર   આવીને   ગોદમાં  લપાયો

 થાપણ  આપી’તી  મારી  કોંખમાં  પ્રભુએ  તેને પૂંજી  ગણીને  મેં  રાખી,
મુદ્દલ  ને  વ્યાજ  મને આપ્યા ને સાથમાં  મોમાંગી બક્ષીસ પણ આપી.
——

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.