ચંદ્રમા
ચંદ્રમા
ઊંચેરી ટેકરી ને ઊંચો આવાસ
પાછલી પરોઢનો નિર્મળ ઉજાસ
આછેરી ઊંઘમાં મંજુલ આભાસ
ટહુકો હું સાંભળુ, જાગ્યો ‘બિશ્વાસ’
ઉમંગે ઉઠી આવી હું લેવાને બાળ
ચકિત બની ચંદ્રમાને જોઇને બહાર
નીરવ સૌમ્ય અંબરને તારલાની હાર
મસ્તાની ચાંદની મોહે મન બહાર
લાગણીની લહેરો દિલમાં લહેરાય
દૂર દેશ દેવા સંદેશ ઉડી જાય
પ્રિયત્તમ! આ ચાંદની ને મીઠેરો ચાંદ
અર્પે છે મધુરી અમ જીવનની યાદ
vijayshah said,
January 18, 2008 @ 5:03 am
સરસ પ્રકૃતિ કાવ્ય…