નીતરતી સાંજ

Posted in કાવ્યો by saryu on September 12th, 2007

ચિત્રA015દિલીપ પરીખ  

ગાજવીજ અને વરસાદ.રાહ જોતી નજરુ બારણે જઈ જઈને અથડાય.

અંતે ટપ ટપ ટીપાનો ગમતો અવાજ.

નીતરતી સાંજ

  આતુર આંખો રે મારી બારણે અથડાય
        વાટે  વળોટે  વળી  દ્વારે  અફળાય

       ગાજ  વીજ  વર્ષા  ને  વંટોળો   આજ
          કેમ કરી આવે મારા મોંઘેરા રાજ!

       અરે!  થંભોને વાયરા આગંતુક  આજ
         રખે એ ન આવે તમ તાંડવને કાજ

        મૌન મધુ ગીત વીના સંધ્યાનુ સાજ
           ઉત્સુક આંખોમાં ઢળે ઘનઘેરી સાંજ

        વિખરાયા  વાદળા ને જાગી રે આશ
            પલ્લવ ને પુષ્પોમાં મીઠી ભીનાશ

        ટપટપ ટીપાથી હવે નીતરતી સાંજ
           પિયુજીના પગરવનો આવે અવાજ
———
Published in ” Desh Videsh” 2008
 

5 Comments

 1. Harish Dave said,

  September 22, 2007 @ 1:17 am

  Superb crafting of words…

  ….. Harish Dave Ahmedabad

 2. JJKishor said,

  September 22, 2007 @ 3:53 am

  છેલ્લી બે પંક્તિઓમાં ‘હવે’ શબ્દની તાકાત જુઓ ! એ શબ્દના આવવાથી છેલ્લી પંક્તિ આખા કાવ્યને એક નવું જ પરીમાણ આપી દે છે. સર્જકની આખા કાવ્ય દરમિયાનની ઝંખના ‘હવે’ શબ્દથી નીખરી ઉઠે છે.

  લથડતો લય અને ભાષાભુલો સહેજ કઠે છે પણ શબ્દોની પસંદગી અને ભાવનું નિરુપણ મઝાનું છે. ચિત્રાત્મકતા અને પ્રતિકાત્મકતા પણ ધ્યાન ખેંચે છે. જુઓ : આંખોનું અંદર-બહાર અથડાઈને વળી વળી પાછું બારણે આવવું; મૌન અને ગીત વગરનું સંધ્યાનું સાજ (વાદ્ય); ઉત્સુક આંખોમાં ઢળતી ‘ઘનઘેરી’ સાંજ(બહુ મઝાનો સમાસ -ઘન =સઘન અને વાદળ બંને અર્થો થાય ! એનાથી ઘેરાયલી !!) ‘સાજ’ અને ‘સાંજ’ શબ્દોનો વિનિયોગ માણો !! ઉપરાંત વાદળના વિખરાવા સાથે જાગતી આશાની પ્રતિકાત્મકતા; અને છેલ્લે તો આગળ કહ્યું તેમ કાવ્યના નાયકના આવવાના અવાજ સાથે કાવ્યની સફળતાનો સંકેત જ જાણે મળી જાય છે !!
  મઝાની પણ સહેજ લય વગેરેમાં ખટકતી આવકારદાયક, આનંદદાયક, આશાસ્પદ અને અભિનંદનને પાત્ર રચના !

 3. said,

  September 22, 2007 @ 8:03 am

  saras kruti

 4. vijays said,

  October 17, 2007 @ 1:39 am

  બહુ સરસ કાવ્ય!

 5. જયસુખ્ તલાવિયા said,

  June 6, 2009 @ 3:59 am

  કવિતામા ગુન્થેલિ ઉર્મિઓ મન્નિય્ ચ્હે.

RSS feed for comments on this post


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.