અપેક્ષા-એક ડગલું આગળ
અપેક્ષા-એક ડગલુ આગળ
અપેક્ષા સુશીલા સુમતિ સંતોષ
ચાર સહેલીમાં એક રસદોષ
આગવી અપેક્ષાની જીદ હરદમ
“આગળ હું ચાલીશ એક કદમ”—
સુમતિ સુશીલાનો સીધો સહકાર
સુખી સંતોષીનો મીઠોં આચાર
આશા ત્યાં આવી ને લાવી વિચાર
“ક્યાં છે મેં ઇચ્છેલું, છે કંઇ દરકાર?”—
સર્વેશું ન્યોચ્છાવર, કાળજીની કોર
પણ નાનીશી નખલીમાં ખટક્યો છે દોર
સુજ્ઞા સંતોષીનું ચાલ્યુ ના જોર
મતલબી અપેક્ષા દોડી છે મૉર—
સુમતિ ને શુશીલા ઝાલે રે હાથ
સંતોષી ચાલે અપેક્ષાની સાથ
હસી મળી રોજ કરે ઇચ્છા કમજોર
ચારે સાહેલીઓની દોસ્તી કંઇ ઓર
——-
manvant said,
April 16, 2008 @ 11:12 pm
નાનીશી નકલી કે’નખલી’ ?
આપના બધા જ પ્રયાસો અતિસ્તુત્ય છે.