Archive for January, 2013

મારી રાહ જુએ

Posted in કાવ્યો by saryu on January 31st, 2013

મારી રાહ જુએ

ઋજુ  રંજન રમંતુ મારી રૂહમાં કે કોઈ મારી  રાહ જુએ  છે.
ચરણ ચાલે ને મન ઊડે આભમાં કે કોઈ મારી રાહ જુએ છે.

કેમ બાંધ્યા આ બારણાંઓ બાગમાં,
પવન  પૂછે  સૂસવતો  સંદેહમાં!
હું તો ઓગળી ગઈ ઝાકળ ઝબોળે,
ડાળ ઝૂલે ને પાંખ થરથરાટ કે કોઈ મારી રાહ જુએ છે.

એક  પગલું  ભરું  ને  કુમકુમ  ઝરે,
શ્વાસ મેલું  ને  પાંદડીયું  ફરફરે.
ઊભી  અહીંયાં  કે  સામે  કિનારે!
સમય સોરે ને ઘડી જાય દોડી કે કોઈ મારી રાહ જુએ છે.

સાથ ચાલું ને પોયણી લળી પડે,
હાથ ઝાલું ને આંગળી હસી પડે.
રૂવેં  રૂવેં  આ  ટાઢી  જલન જાગે,
આંખ રોવે ને ગાલ હરખ હેલે કે કોઈ મારી રાહ જુએ છે.
——-

My book in Sugarland Libraries

Posted in કાવ્યો by saryu on January 16th, 2013

My book “નીતરતી સાંજ Essence of Eve” is in Fortbend Libraries, Sugarland, Texas.  Hindi Section.
1.University Blvd Branch.  2. First Colony Library.  Look for >>Author: Saryu Parikh

————

Encouraging comments:

Dear Saryuben, Jay Jalaram. You are pride of GSS and specially for me as I respect you as my sister.
Pradip Brahmbhatt

Saryuben, I’m very happy for you. Congratulations.
Devika

Hearty Congratulations. We are proud of you. With best wishes.
Prashant and Shaila Munshaw

Congratulations, Saryuben.
Riddhi Desai

Congratulations.
Pravina  Avinash

I am thankful to Vijaybhai Shah and many more kind well wishers. Saryu Parikh

| Comments off

તક કે તકલીફ

Posted in કાવ્યો by saryu on January 13th, 2013

તક  કે  તકલીફ

આજે મળ્યાની તક મળી, તકલીફ ના ગણો.
જત વાત છે  વીત્યાની, વતેસર નહીં  ગણો.

દાવત  અમે  દીધી’તી, આવીને ઊભા આપ,
સ્‍હેજે  કરેલા  પ્યારને,   પર્યાય  નહીં  ગણો.

હૈયે   ધરીને   હામ   લીધો    હાથ   હાથમાં,
ખબર હતી  આ  હેતને, સગપણ નહીં ગણો.

માનો તો  ફરી  આજ  સજુ  પ્રેમ  પુષ્પમાળ,
ભૂલમાં  ઝર્યાં  કુસુમને,  ઝખમ  નહીં  ગણો.

સર્યો  એ  હાથ  મખમલી, આભાસ  અન્યનો,
દિલની ભીનાશ ઝરઝરે, ઝરમર  નહીં  ગણો.

ચાલ્યા  તમે   વિદાર,   અભિનવનાં  રાગમાં,
પલકોના  જલ  ચિરાગને, જલન નહીં  ગણો.

         ———
વિદાર=તોડીને વહેવું

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.