અવહેલના Helping Hand
painting by Dilip Parikh
અવહેલના
બહેન,હું તો પારકા પોતાના ગણી આવી
દિલે આશા અરમાન ભરી લાવી
સ્નેહ તાંતણે ભરોસે હું ચાલી
મારી સેંથીએ સીંદૂર ભરી મ્હાલી–બહેન
એ મધ્યબિંદુ નાનાશા વિશ્વમાં
એનો આવાસ અંતર વિશ્વાસમાં
બન્યો હેતુ મારા શ્વાસોશ્વાસમાં
છુપું આજે આક્રંદ નિશ્વાસમાં—બહેન
તુટ્યો નાજુક એ દોર મજધારે
ઘણોં સાંધ્યો સંસાર પ્રેમતારે
ઝટકાથી તોડે મને છોડે નોધારે
એકલી અટુલી હું કોને આધારે?—બહેન
ભલે નયન રડે અણધારી આંચે
જલે આત્મદીપ શક્તિની સાથે
શતૅ શોધીશ હું ખોવયેલ મુજને
સખી, તારા આ સ્મિતને સહારે—બહેન
———
बेबसका सहारा
बहेन मै तो पराये अपने समज आई
दिलमे आशा अरमान भरी लाई
स्नेह तांतणे भरोसे थमे चलदी
मेरी सेंथीमे सिंदूर भरी म्हाली
वो मध्यबिंदु मेरे छोटेसे विश्वमे
उसका आवास अंतर विश्वासमे
बना हेतु वो मेरे श्वासौच्छ्वासमे
छुपा आज वो आक्रंद निश्वासमे
तुटा नाजुक वो दोर मजधारे
बहोत सांधा संसार प्रेमतारे
झटकेसे तोड मुजे छोडा नोधार
ऐकली अटुली मै किसके आधार्!
भले नयन रुए अणधारी आंचसे
जले आत्मदीप शकतिके साथमे
शर्त ढुंढुंगी खोइ हुइ आपको
सखी! तेरे ये स्मितके सहारे
सखी! तेरे ये स्मितके सहारे
सरयु परीख
Working with victims of domestic violence, poems like this has been written.
helping hand
sis, I accepted strangers as my own,
my heart was full of hopes and dreams,
I came trusting the thread of love,
I enjoyed the bliss of marriage.
He was a center of my universe,
He was staying in my inner most verse,
He was the purpose of my being by,
Now miserable cry in my sigh.
That tender string broke in the midst,
Couldn’t mend it with trials and trysts,
He cut it with a jerk, left me hanging helpless
Now all alone, how to fill this emptiness!
Let the tears flow today due to the hurt,
But my soul lamp is shine inner trust
Promise, I will find my lost self respect
With the help of your sweet smile, o’sis
With the help of your sweet smile
———-
Pancham Shukla said,
August 6, 2007 @ 11:44 am
બહેન,હું તો પારકા પોતાના ગણી આવી.
ખૂબ સુંદર રચના.
હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ ગમ્યાં
Vishvadip Barad said,
August 6, 2007 @ 4:52 pm
કાવ્યનો આસ્વાદ માણ્યો! ઘ્ણી સુંદર રચના લઈ ને આવ્યા છો. અભાર
vishvadip Barad.
Bhadra Vadgama said,
October 13, 2007 @ 1:08 pm
હ્ર્દય સ્પર્શી કાવ્ય અને અનુવાદ પણ સુંદર. ઘરેલુ મારપીટની ભોગ બનેલી સ્ત્રીઓના આશ્રયગૃહોમાં આ કાવ્ય લખીને મૂક્વું જોઈએ.