Archive for February, 2009

સંતોષ

Posted in કાવ્યો by saryu on February 13th, 2009

 

સંતોષ

સ્વપ્ન   સમય સાથી સંજોગ
 સ્વીકારું  સૌ   જોગાનુ જોગ—

શક  શંકા  સંશય  મતિદોષ
 વિશ્વાસે    મંગળ    સંતોષ—

સાથ   સફર   જે    હો  સંગાથ
 પડ્યુ પાન  ઝીલવું  યથાર્થ—

સરળ સ્વચ્છ સ્ફટિક  આવાસ
 
આરસીમાં    સુંદર   આભાસ—

ભક્તને ત્યાં  આવે  આશુતોષ
 
મધુર   સબંધ   લાવે  સંતોષ—

તૃપ્ત   મન    સાગર   સમાન
     વૈરી-વ્હાલાને સરખુ
સન્માન—

જે   મારી   પાસ   તે   છે   ઘણું
    પછી હોય છોને અબજ કે અણું—

 

કૃષ્ણલીલા

Posted in કાવ્યો by saryu on February 1st, 2009

કૃષ્ણલીલા            

મનડાંના મધુવનમાં રાસ લે રસીલી

શ્યામ સંગ શ્યામ રંગ રાધા રંગીલી—

જન્મકર્મ  રંગોળી  આંગણ    સજેલી

મંડપમાં   વૈરાગે    આવી     વહેલી—

આમંત્રે  તત્વજ્ઞાન   સહોદર   સહેલી

સ્થીરભાવ શાંતચિત્ત  નિર્ગુણ નવેલી—

આસક્ત  એકરસ   એકધ્યાન  ચેલી

કૃષ્ણ કૃષ્ણ રોમ રોમ ઘેલી અલબેલી—

વૃદાવન  ચિત્તવનમાં કૃષ્ણલીલા ખેલી

સાંખ્યજ્ઞાન જ્ઞાતાને અનુપમ સુખ હેલી-



Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.