Archive for June, 2007

મુક્તકો

Posted in કાવ્યો by saryu on June 14th, 2007

(૧)
અન્યના બાંધેલા માળખામાં કવિતા પૂરવી ગમતી નથી                          3
અમે તો ડોલન શૈલીના અનુરાગી દલપત છંદબંધી ગમતી નથી

(૨)
અરે! મન ઝંખેલુ દેશથી પરદેશ ક્યારે જઈશ!
માડી, હું તો ત્રણ વરસમાં પછો આવી જઈશ                                        19
વર્ષો પછી,
ગયા  ગોવિંદ  ગોકુળ  છોડી    માયાનગરી   મહીશ
હાં, ફરી ન આવ્યા, માને મનાવી એ જ દિલાસો દઈશ

(૩)
ઇશ્વર આપે અમે ન લઈએ,                                        27
માનવ માંગે અમે ન દઈએ.
સપનાના સોદાગર તોયે
સર્વ સમેટી રહીયે.
‘મારું મારું’ કરતાં કરતાં જીવન જીવી જઈએ.

(૪)
અગણિત અણજાણ્યા મનખા ના બોલે,ના અટકે              26
જો જાણીતો જાનમ ના બોલે ના અટકે,તો ખટકે
ચિત્તના   ચકડોળે  એ  અવળો   થઈ    અટકે
ને   રુદિયાની   ચાદરમાં    ચીટ્ટી  સો   ચટકે

(૫)
ચિત્તની ચંચળતા
મનની ભાગદોડ
અતૂટ શાંત કોલાહલ

(૬)
કાવ્યોમાં ભાવભીની લાગણીનુ નર્તન                        dance
સત્ય શિવમ ચેતનાનુ નૃત્યોમાં દર્શન

(૭)
હે સુજન! ના  હારતોરા, એક  ફૂલથી  પણ   ચાલશે,
નહીં  ગુણગાન  દંભીના,  ભીની નજર  એક ચાલશે,
ગુરુના  આશ  વચનો  ના,  આદેશ  વચનો  ચાલશે,
રે ઇશ્! ના વર્ષો, બસ એક પળ નિકટ તવ ચાલશે.

(8)
હું સાધુ જેવો, મારી જરુરત અમથી આટલી                            20
ચાલ્યો પ્રવાસે ત્યારે જાણ્યુ,
મારી પાળી પળોજણ કેટલી!

(૯)
વતનમાં જ્યારે કે’તા કે, “ભાવનગરના મહેતા”,
વતનવાસીઓ ઘણુંય સમજે,જરાક અમથું કહેતા.
પણ પરવતનના પરલોકી ના કેમે કાંઇ સમજતા,
થાકી હું તો  બહુ સમજાવી પરિચય દેતા દેતા.

(૧૦)
સાધકનુ દિવ્યજીવન સાધનાને અર્પણ                sitar
ફલશ્રૂતિ અહમ્ આશ પ્રણવને સમર્પણ

(૧૧)
સમયના વ્હેણ સાથે, આપણો વિશ્વાસ વધશે,
દયા ને સ્નેહ દેતા, આપણામા પ્રેમ વધશે,
સતત એક જ રટણ કરતા, અભ્યાસ વધશે,
કરો જો પાંચ ભેગા જણ, હવે વિખવાદ વધશે!

(૧૨)
કર્મ  કરૂં   અધિકારથી,  નિષ્કામી  કર્મ  ઉમંગ.              9
તૃપ્ત અખંડ અનંતથી,  નિર્મળ  નરવો  સંગ.

(૧૩)   મૃત્યુ
સર્વનો  અંત
બંધ થયેલી કીતાબ
સર્વ તર્કનો અંત
સર્વ  ઈચ્છાઓનો અંત
મૌન  અને  શાંતિ.

(૧૪)          નિદ્રા
અવળચંડી  ઉંઘ ! કટાણે  ઉડી  જાય,                   ૧૮
વણનોતરી  આવશે,  બોલાવું  નાસી  જાય.

| Comments off

કેમ પામું?

Posted in કાવ્યો by saryu on June 7th, 2007

IMG_7813

                        કેમ પામું?

ખાનગી આ ખાસિયત માનવીની જાત
  ના પામે   ઇચ્છેલુ,   સમજાવુ  વાત

” પ્રેમ નથી આપતા માન નથી આપતા”
માંગશે ને ઝૂરશે ને કરશે કકળાટ

પણ, આપવાનુ આવશે તો કરશે કચવાટ
જે વાંચ્છે   તે  આપે   તો   સુંદર   ભવવાટ

કરતા   ફરિયાદ    રુંધિ    અંતરનુ    વ્હાલ
અપૂર્ણની   આજ   ક્યમ   પૂર્ણ  બને   કાલ!

ભૂલી ન જાવ ભલા  દિલથી   જે   વાવેલું
આવી એ આજ મળે  જીવતરમાં  આપેલું
                    —————–
painting by Dilip Parikh

 

 

દીકરી

Posted in કાવ્યો by saryu on June 2nd, 2007

151

 

 

 IMG_7885
સરયૂ-સંગીતા                                                                                

 

 

 

 

 

સંગીતા-સુફીયા
                                                                                   
                                                                                                                                                 

                                         દીકરી                                                 

મા દીકરીના  મનના   સહેજે પાકા   તાણાંવાણાં
 હ્રદય તારથી ચાદર ગુંથી પ્રેમ તણા પરમાણાં

દીકરીના  સૌ ભાવ  નવેલા  માને  આવી  પંહોચે
દીકરીને  દિલ  આંસુ   ઝરતા માને જઈ  ભીંજાવે

જીવન નૈયા દીકરી કેરી  જાય  અહીંતહીં ભટકી
તો    સાથે  સાથે   મા  તણાયે     કાંઠે   ઉભી  ઉભી

જ્યારે  દીકરી    હૈયુ     ઝુમે   આનંદ   હેલી   નાચે
તો માનુ  યે મન  ઘેલું  ઘેલું   વિના કારણે  નાચે

માતા  કેરા ત્યાગ  સમર્પણ,  કદર કરે અવિનાશી
 આશિષ  વર્ષણ, ફૂલ  પ્રસાદી  પૂત્રી  પ્યારી  આપી
 
              ——–



Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.