Archive for March, 2007

મૌનનો ગુંજારવ

Posted in કાવ્યો by saryu on March 23rd, 2007

મૌનનો ગુંજારવ

લાંબા   સથવારાનો   શાંત   એ   સંવાદ
નીરવ, ના નાદ તોય સૂણું એનો સાદ

મંજુલ    એ   પ્રેમરાગ   કેટલીયે    રાત
રસિલી લય  રચના અનેક વિધ વાત

કોઇ દિન લાગે  અતિબોલ ને   વિવાદ
અબોલાની આડ હાર જીતની ફરિયાદ

તીનતારા  ગુંજનમાં   ભળે   નવા  સૂર
કલરવ ને  કલબલમાં અટવાતા  સૂર

સંધ્યાની  છાંયડી  ને  મીઠો   મનરવ
તારો  ને  મારો   આ મૌનનો ગુંજારવ

————————

કૂંપળ

Posted in કાવ્યો by saryu on March 22nd, 2007

કૂંપળ

કરમાતી   વાસંતી   વેલ
હાય!  મારી   ધીરજ  ખૂટી
જીવન ને મૃત્યુના  ઝોલામાં

હાશ!  આજ   કૂંપળ   ફૂટી

ઓચિંતા  એક  દિન    દીઠી
ને મરડીને  યાદ મીઠી  ઉઠી
વાવેલી   બાપુએ  જતનથી
ને  વીરાએ નીરથી   સીંચેલી

કોમળ   કલાઈથી  ઝૂલાવી
ફૂલો   હું વીણતી   ગુલાબી
અદકા   આનંદથી   ગુંથેલી
તરસુ પળ પામવા વિતેલી

કાળજી  કરીને   એને  કાપી
ભાવેણી   ભગિનીએ   આપી
વાવી, વિલસી, પણ શીશીરે  સતાવી
મુંજાતી શરમાતી  જાય એ  સૂકાતી

પણ આજ,
પ્રીતમના મોંઘેરા  વેણ   સમી
હાશ!  નવી   કૂંપળ   ફૂટી
————–



Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.