માનવ કઠપુતળી
માનવ કઠપુતળી
રસમાં તરબોળ હું તો જોતી’તી ખેલ
પ્યારા એ પાત્રો છે દુખમાં ડુબેલ
સજ્જનને સારા ત્યાં સહેતાતા વેદના
લીન એ નાટકમાં દિલમાં સંવેદના
વાર્તા બદલાઈ અને બદલ્યો છે દાવ
સમજીને કરતા’તા દુખનો દેખાવ
મારા આ જીવનના પરદાના ખેલ
નીત નવા પાત્રો ને પત્તાનો મહેલ
આવી’તી મંચ પર ઈશ્વરની મ્હેર
સામાન્ય પાત્ર તોય વર્તુ મદભેર
જ્ઞાનીને યાદ રહે મોહનની લીલા
માનવ કઠપુતળી ને પાત્રો રંગીલા
——–
Director
Engrossed in watching a wonderful play
Saw suffering heroes in miserable way
Getting involved I was feeling so bad
Forgetting that they pretend to be sad
Then I realize they are only actors
All they can do is obey directors
Stage of my life, the play goes on
I am here on for a specific role
The Director up there has conundrum goal
But, I glide on the stage and forget my call
Wise ones know we are here to pretend
Misery and joy are temporal bend
———–