કર્તા
કર્તા
આજે જોયાં કુદરત ખોળે મહાભવ્ય મહિધર,
અદભૂત અજબ અનેરુ સર્જન અજોડ સર્જનહાર.
ક્યાંથી આરસપાણા લાવ્યા ક્યાંથી આ મીનાર!
ક્યાંનુ સુંદર કોતર કામણ ક્યાંના આ ચીનાર!
અહો રે, આ તો કુદરત કર્તા, કલાકાર છે ઇશ,
ગગન ચૂમતા પહાડો ફૂલો વૃક્ષો ચારે દિશ.
મન ચિતવનમાં શાંતિ પામું ઘેઘુર ઘન વનરાય,
વિશાલ મધુવન માધવ મંદિર સુંદર દર્શન થાય.
પથ્થર લાવી બાંધે એવા મંદિરનુ શું કામ?
આરસ પથ્થર મોટું મંદિર કકળે મંહી ભગવાન.
શૃંગારિત અવનિની કોરે મંગલ નીલમ નગીન,
પલપલના પલકારે વેરે નવ રંગો રંગીન.
More than 2400 years old Redwood tree, a car passes throgh.