Archive for December, 2013

ભાઈ

Posted in કાવ્યો by saryu on December 28th, 2013

 

 

ભાઈ

કહે ભાઈ, આવ આવ, હવે છેલ્લા જુહાર
મળે આવો એક ભાઈ જનમ આવતાની વાર

હું આવીશ આવીશ જરા કામ કરી લઉં
પછી આવીશ ઉતાવળે જટ ધ્યાન ધરી લઉં

એમ દિવસો ને મહિનાઓ વર્ષ વહ્યા જાય
હવે શું કરવું જઈને ના એમને કહેવાય

આજ એવી આવી કે સંદેશ નહીં જાય
ત્યાં રહી ગયું શૂન્ય ને ખોવાઇ ગયા ભાઈ

—–  

| Comments off

Posted in કાવ્યો by saryu on December 12th, 2013

જીવન – મૃત્યુ

રૂઠતી   પળોને   સમેટતી   હું   શ્વાસમાં,
દુખના દીવામાં સુખવાટ વણી બેઠી  છું.
ઘુઘવતા  સાગરમાં   નાનીશી  નાવમાં,
હળવા  હલેસાથી  હામ  ધરી  બેઠી  છું.

ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં,
રજકણ   બની  અંક  આકાશે  ઊઠી  છું.
અંજળના  આંસુથી   આંખોની   આહમાં,
કરુણાનું   કાજળ  લગાવીને  બેઠી   છું.

ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં,
ઝીણા  ઝણકારને  વધાવીને   બેઠી  છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

સરી  રહ્યો સથવારો  મમતાના  મેળામાં
આજે  અજાણી,  પરાઈ બની  બેઠી   છું.
જીવન  પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો,  પીંજર થઈ  બેઠી  છું.

————-

| Comments off

હવે ના અધૂરી

Posted in કાવ્યો by saryu on December 3rd, 2013

 

હવે ના અધૂરી

નીલ સરિતાના ખળખળતા નીર,
લોઢ  ઊમટે  ને  ઓસરે   અધીર.
ચાહું   ભીંજાવું,  રહી  તોય  કોરી,
જરી પગને  ઝબોળી પાછી ફરી.

 પહેલી  પ્રીતનો  ઝીણેરો  ઉજાસ,
કિરણ કમનીય  કામિની  ઉલ્લાસ.
ઝૂકી ઝાકળ  ઝીલીને  હસી જરી,
કળી ખીલી ના ખીલી મુષિત રહી.

એની  વાંસળીના સૂરના  સવાલ,
મનન  મંજુલ પણ મૂક રે જવાબ.
એની તાનમાં તણાઈ ક્યાંય  દોડી,
જરા  જઈને આઘેરી, પાછી ફરી.

સજલ  વર્ષા  વંટોળની  વચાળ,
બની વીજળી, નહીં રોકી રોકાય,
દ્યુત  ક્ષણમાં હું તૃપ્ત ને તરબોળ,
આજ સંપૂરણ  સુરખી રસ રોળ.
——
મુષિત=વંચિત, સુરખી=લાગણી

 

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.