Archive for July, 2010

તસ્વીરો

Posted in કાવ્યો by saryu on July 21st, 2010

તસ્વીરો

સાજા    નરવા   સંબંધોને    તસ્વીરોમાં   બાંધી    દઈને,
સુકાઈ  જાતા સ્નેહ ઝરણને ઝળઝળિયાં પીવરાવી લ્યો.

નાસી  જાતા બચપણને  આ રંગપત્તીમાં  ઝાલી  લઈને,
અસ્થીર  ક્ષણના  ઓળાઓને   સ્થીર કરી થંભાવી  લ્યો.

વિખરાતા સૌ  કુળ કબીલા, એક  કાચમાં વારી  લઈને,
ક્વચિત મળતું  માન વડીલને,ઝબકારાથી  નોંધી લ્યો.

હસતાં  ને  હેતાળ મહોરાં  અસલી પર લટકાવી  દઈને,
દીવાલોના દર્પણમાં વળી  ગત  ગામીને    જીવી   લ્યો.

ભલે  વિલાયુ સ્પંદન એનું, એ જ છબી છે  માણી લઈને,
યાદોની   ધુમ્મસમાં  ધુંધળા  ચહેરા  ફરી  પિછાણી લ્યો.

મન  મુરાદ મંજીલ દૂર દેશે, સરવાણી સ્વીકારી લઈને,
તસ્વીરો અહીં,  સંગ  મનોરમ, કૈદ  કરી  સંભાળી  લ્યો.

—————–

પ્રેમ અને મોહ

Posted in કાવ્યો by saryu on July 20th, 2010

પ્રેમ અને મોહ

માનવનુ  મન અસીમ ઊર્જા, પ્રેમ  થકી  બલવાન
મંગલને   કંગાલ  બનાવે,  મોહ  મમત અભિમાન

પ્રેમ  હાસ્ય  જે  ત્રણને તારે,  કામ   ક્રોધ ને   લોભ
મોહ નજર જે  ત્રણને બાળે,  કર્મ   ધર્મ   સમભાવ

પ્રસન્નતાની  પરિમલ પ્રસરે  શુધ્ધ પ્રેમ અખિલેશ
વ્યર્થ  કર્મ  શુભભાવ  અભાવે, મોહ પાશમાં ક્લેશ

શીતલ  સરલ  સમાંતર એવો  પૂર્ણ ચન્દ્ર શો પ્રેમ
સ્વ  અર્થે   વધતો   ને   ઘટતો    અનુરાગી   પ્રમેય

સરયૂ    જલ્દી    જાણી   લે   તું  મોહ, પ્રેમનો,  ભેદ
પ્રેમભાવને    રુંધે    છે   એ    સ્વાર્થ   કવચને   છેદ

———–

 

My Life

Posted in કાવ્યો by saryu on July 13th, 2010

My Life

The magnificent journey
of many medley moments,
Each preened pulse
has its own special comment.

 The loyal good relations
are my strength and treasure,
The wile vibrations 
always teach me a lesson.

 The pure precious feelings
when love flows freely,
Breaking lines of mines
and submerging serenely.

 Two worlds, a friendly arc, 
shares the words of deep delight.
The song of life, my grateful heart,
  simply follows the guiding light.
——–

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.