Archive for June, 2010

Essence Of Eve

Posted in કાવ્યો by saryu on June 29th, 2010

 

Essence Of Eve

Dews of dawn on the whisper of verse,
Riding from moment to moment,
Merge and melt in the essence of eve.

Awake to rejoice at the light of the sun
And the wonderful verve of  life and love.

Awareness makes me forget the past
And kindles fiercely the hope in my heart.

The peaceful rhymes of my poetic life,
The imperial glory and boundless flight!

I write my lines in the simmering sand,
The ocean of  emotions exalting the land.
———–

| Comments off

બુચના ફૂલ

Posted in કાવ્યો by saryu on June 25th, 2010

બુચના ફૂલ

વહેલી  પરોઢ, કોઈ  જાણિતી  મ્હેક,
મારી યાદની પરાગને  જગાડતી;
વર્ષોની  પાર, ઝૂમી  ઓચિંતી  આજ,
અહો! માના આંગણની સુવાસથી!

પાપણ પરસાળમાં શોધે ચાર પાંદડી,
ધોળા  રે ફૂલ પીળી  ડાંડલી,
આઘા અતિતમાં  અવરી એક છોકરી
કે  જોઉં મને વેણી પરોવતી!

ઉષાની ઓઢણીની આછેરી હલચલથી,
ફૂલોની  થાપ  થથરાટથી,
જાગી હું આજ જાણે ઝીણાં ઝંકારથી,
ભીંજી પળભરમાં પમરાટથી!

પહેલા સુગંધ પછી પમરાતી પાંખડી,
મહેકાવે  યાદને  સુવાસથી,
ફૂલની પથારી પર નાજૂક હથેળીઓ,
સ્પર્શે   સરયૂને   કુમાશથી!
————-

| Comments off

ચિત્ત શાંતિ

Posted in કાવ્યો by saryu on June 5th, 2010

ચિત્ત  શાંતિ

વાતા વંટોળના  મોઘમ  ઘુમરાવામાં,
એક  એક   પાંદડું  વીણું
રે  સખી!  એક  એક  પાંદડું  વીણું….
ચિત્તના  ચકરાવામાં, ઝડપી  આ  જાળામાં,
પૃથક  આ  પહેલીઆ  પીછાણું,
રે  સખી!  પૃથક  આ  પહેલીઆ  પીછાણું…..

વીત વીતને  વાગોળી  નમ્રતાથી  સમજાવું,
ક્ષમા મંત્ર  મનમાં  મમળાવું,
રે  સખી!  ક્ષમા  મંત્ર  મનમાં  મમળાવું…..
તારા  કે  મારા કો’   ખરતાં રુહિ  ફૂલોને,
ઓશીકું   આપી   સૂવરાવું,
રે  સખી!  ઓશીકું  આપી  સૂવરાવું…..

ચિત્તની  ચંચળતા છર, અંતરની  ભાગદોડ,
અચર   તર્પ    કોઠે   પ્રસરાવું,
રે  સખી!  અચર  તર્પ  કોઠે  પ્રસરાવું,
એક  એક  સપનાની  સંપૂરણ  દીપ શગ,
શાંત  મધુર   લયમાં  વહાવું ,
રે  સખી!  શાંત  મધુર  લયમાં  વહાવું….
———–
રુહિ=આંખનો ખૂણો,   તર્પ=સંતોષ

http://www.sabrasgujarati.com/822/

પૂર્વગ્રહ

Posted in કાવ્યો by saryu on June 1st, 2010

પૂર્વગ્રહ

અતીતના અંધારા  ઉજળી  આ  આજને,
ક્લેશોની  કાલિમા  લગાવે   છે  સાજને,
આ પળની  સરગમ  સૂણાવો
રે પ્યારે!  આ પળની  સરગમ  સૂણાવો..

બોલ્યા બે બોલ  ત્યાં   પૂર્વેના   કોલટા,
મનમાં  અંગાર  ભરી  દેતા એ સામટા,
આવ્યો  અષાઢ  તો  યે  વૈશાખી  વાયરા,
આવી  આવી ને અગન  દેતા, રે  પ્યારે!-આ  પળની..

મારા  અભિમાનને  હું પંપાળુ,  પસરાવું,
‘ હું ‘ને  જો  ઠેસ  લગે,  કટૂતાથી  કતરાવું,
સ્વને  સંભાળવા  લંબાવું  એક  હાથ,
ભૂલીને  પ્યારાના  હેતલ  હજાર  હાથ!–આ પળની..

પૂર્વગ્રહ,  પૂર્વકર્મ ,  રાખીને  પૂર્વમાં,
આ ક્ષણનો  સહજ  ભાવ  મ્હાણો  આણંદમાં,
અવસર  અટવાવો  ના  અવળા  આક્રંદમાં,
આહ્‌લાદક  સૂરો  રેલાવો , ઓ પ્યારે!–આ પળની..
———–

| Comments off

એકલા

Posted in કાવ્યો by saryu on June 1st, 2010

એકલા

મોટી     મીજબાની       દાદાને        આજ,
સગા    સહુ    આવ્યા  છે  જન્મદિન  કાજ.

દાદાનો      જન્મદિન     એંશીનો      આજ,
જો   જો   કો   વાતની    રહે    ના   કચાશ.

દાદી   ગયા   ત્યારથી,  દાદા   છે   એકલા,
બાળકોની  વચ્ચે   પણ  એ   સાવ  એકલા.

મોટી     ઉજાણી      ને     દાદાનુ     માન,
સૌ    જુએ     માને     છે    દાદા     મહાન.

દીકરી    વહુ   બેટા   મહેમાનોમાં   વ્યસ્ત,
સૌને     જમાડે     સૌ     સૌમાં    છે   મસ્ત.

દાદા  હળ્યા મળ્યા,  ને જોઈ વળ્યા તાળ,
એકલા    ઉભેલા    લઈ   ભારી   એ  થાળ!
—-

Alone

Big   celebration  for  Grandpa   today,
The kin have come for his birthday!

The  eightieth  year as grand as  can  be,
All is great, as well as can be.

Since Grandma  is gone,
Papa  feels  all alone.
In the midst of the mingle,
He wanders, so single.

A very big feast with glory and greets,
Everyone  thinks  that  it’s  a true treat.

The daughters and sons are very good hosts,
But forgetting Daadaa, who is weary and lost.

Grndpa did  meet his formal old mates,
Bored and tired,  for it was so late.
Standing alone, missing  his  life-mate,
Solitaire self,  like  his big empty plate.

————

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.