Archive for February, 2020

એક વાર અજવાળું…

Posted in કાવ્યો by saryu on February 5th, 2020

એક વાર અજવાળું

અંધારી કોટડીમાં રોજીંદી આવજા, કે’છે કે આમ જ જીવાય,
આથમેલા તેજમાં, રૂંધેલી રૂહમાં, આમ જ આપત્તિ સહેવાય.

ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય,
ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં, ક્યાંયે  ના તારક દેખાય.

ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય,
નિર્મળ ઉજાસ સખી આવો રે હોય! સૌમ્યતા આને કહેવાય!

સાતત્ય  યજ્ઞમાં  અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય,
આતમ જાગીરના  તાળા ખૂલે, જો  એકવાર અજવાળું થાય.

અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય,
ચેતનની ચાવીથી  આળસ  ઊડે પછી  કર્મોની  કેડી દેખાય.

જાગેલું  મન, જાણે ખીલ્યું  સુમન, સ્નેહની સુગંધ ધરી જાય,
રૂઢીની રુક્ષતાની રાખને નકારીને  મુક્તિના વનમાં લહેરાય.
———-
સહન કરતી વ્યક્તિને અંતર જાગૃતિ આવે પછી ઘણી મદદ આવી મળે.

Comments. Saryuben, I am always very jealous of poets – male or female.
Why are they so gifted with word arrangements!!Look at these words filled with deep meaning…. રૂઢીની રુક્ષતાની રાખને નકારીને… Anamd Rao Lingayat.

Devika Dhruv:  ખૂબ જ સરસ કાવ્ય બન્યું છે. વિષયનું સાતત્ય પણ સુંદર ક્રમબધ્ધ રીતે ગતિશીલ અનુભવાયું છે. શબ્દો અર્થસભર અને સ્પર્શે તેવી રીતે ગૂંથાયા છે. ગમ્યું. ‘વેબગુર્જરી’ માટે રાખું ને?



Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.