Archive for July, 2014

અનંત

Posted in કાવ્યો by saryu on July 14th, 2014

અનંત

મનોમંદિરમાં   આતુર  એકાંત,
દઈ  દસ્તક  તું   જાણ  કરી  દે.
રીસે  અંતર   રૂંધાયેલા   શ્વાસ,
એક  પળમાં તું  પ્રાણ  ભરી  દે.

અકળ પીડાને પંપાળી  આજ,
કૂણી લાગણીથી સ્પર્શ  કરી લે.
દૂર  દેતાં   અતિતને   વિદાય,
મારા  અશ્રુમાં   આશ  ભરી  દે.

આ બાવરીને  આવરીને  આજ,
એક  પ્રણમાં  તું   પ્રેમ  કરી  લે.
એક કસબીની કમનીય કળાથી,
મારા   જીવનમાં  રંગ   ભરી  દે.

વિશ્વ  મારું  ઘેરાયું આ  બાંહમાં,
ઋજુ  આલિંગન  આહ ભરી  દે.
હું  ચાતક,  મીટ માંડી  આકાશ,
એક   બુંદમાં  અનંત   ભરી   દે.



Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.