Archive for October, 2009

Must have—-

Posted in કાવ્યો by saryu on October 25th, 2009

IMG_0321

Must Have Done Something Good 

 A house on a hill and a window to the sky
In the blue of my eyes feel warm sunny sky

 Deep sleepy nights and bright dreamy days
Delightful dawns play a symphony of rays

 A fistful of colors thrown all around space
Raindrops do shine through the rainbow lace

 Wild flowers rally on the wonderland prairie
White wild posies do the dance with the fairy
 

Most of  all, the good attitude
Lets me live at lovely latitude

 Holy hue humbles and hugs me in verse
 Have I done some good  to due deserve?

 

| Comments off

દિવાળી

Posted in કાવ્યો by saryu on October 16th, 2009

Copy of Copy of Copy of IMG_7730

                                                                                painting by Dilip Parikh

 દિવાળીનો મર્મ

             અગ્યારસઃ ઉપરવાસ,તપ ને નિયમન
              વિખરાયલ વૃત્તિઓનો  સંયોજક   દિન
  
              વાક બારસ, પ્રિય વિમળ વાણી સુદિન
              દેવી  મા  શારદા,   સમર્પણ  આ    દિન

               ધન તેરસ,  સમજાવે    સૃષ્ટિની    વૃષ્ટિ
              યોગ્ય વ્યય-સંચય સમતોલન આ દિન
 
               કાળી  ચૌદશ,  મનઃ  ક્લેશોનુ  મરદન
              નષ્ટ કષ્ટ  કકળાટો,     ગોષ્ઠીનો દિન
 
              દિવાળી,  જ્ઞાન-દીપ  આજ  હું  જલાવું
              અંતઃકરણ   અજવાળે   શાંતિનો   દિન

| Comments off

કરણી ભરણી

Posted in કાવ્યો by saryu on October 9th, 2009

ART04
ચિત્રઃ દિલીપ પરીખ

કરણી ભરણી

પ્રારબ્ધના પડીયામાં પ્રથમ શુભ પ્રસાદી
તેજસ્વી  માત,  તાત સજ્જન,  સુખશાંતિ

દેહલતા સ્વસ્થ વળી   સમતોલન   બુદ્ધી
લાગણીના   લયસ્તરમાં   સંવેદન    શુદ્ધી

વ્હાલપની   વ્હેંચણીમાં   કૃપાળુ   ભંડારી
વ્હેંચુ વ્હેંચુ    ને  વધે   ભાવ    સદાચારી

ધોઈ  ધોઈ  રાજી થાઉં   ચાદર   ચુંગાલી
નિર્મિત  સૌ  કષ્ટ  સહી અભ્યુદયે ચાલી

જ્ઞાનદીપ સાવધ, અજ્ઞાન શ્યામવાદળી
એક   એક  તાર   ગુંથે   કર્મોની    કામળી

પ્રારબ્ધ    કેરા    પાત્રે   પુણ્યકામ     પૂર્તિ
લખવી   જીવન   કાવ્યે   જરૂરી  પાદપૂર્તિ
————

પ્રારબ્ધ લઈને આવ્યા એ વાપરતા જઈએ, તેમ તેમ પાત્રમાં ભરતા રહીએ,
એ પ્રમાણે ભવિષ્ય ઘડાય છે. આ વિચારને દર્શાવવાનો નમ્ર પ્રયાસ.

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.