Archive for April, 2013

સંતાતું બચપણ

Posted in કાવ્યો by saryu on April 27th, 2013

સંતાતું ઘડપણ

મૃદુલ મુખાર્વિંદ ચપળ ચરણ લઈ બચપણ દોડી આવ્યું,
પૌત્ર  પૌત્રીના  ચહેરામાં  થઈ  ગુલશન ખીલી સમાયું.
મંત્રમુગ્ધ   પુષ્પો   પાછળ  આ  જર્જર  પાન  સૂકાયું,
બાલ છબીમાં, વરવું  ઘડપણ,  આપ   સજી  ભરમાયું.

બાળપના  એ   નાજુક  પગલાં   દોડ  દોડની  આયુ,
પાપા   પગલી   જલ્દી   દોડે,  રાહે   ના   રહેવાયું,
માન્યું  આવે   ધીમી  ચાલમાં   જર્જર  એ  નરમાયું,
ખ્યાલ નહીં  કે  ઓર   ઝડપથી  આવ્યું  એ  રઘવાયું.

માતામહ   બાળકને   દેખે,  આપ  વદન  અણદેખ્યું,
ફૂલ  ગુલાબી   ચહેરા   દેખી, મલક  મલક  હરખાયું.
અહો! અરે!  પણ  શીઘ્ર  ગતિથી   આવીને   વરતાયું,
બચપણ   પાછળ   સંતાતું, આ ઘડપણ  દોડી આવ્યું.

——-



Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.