Archive for January, 2010

હળ્ય હુઝે

Posted in કાવ્યો by saryu on January 25th, 2010

painting by Dilip Parikh 

 હળ્ય હૂઝે

ધોળા દિયે’ય રોજ લાગે અંધારૂ
રે બેઠા’ર્યા ઘરમાં ઘલાઇને
ધોળેરી ધડકી પર હૉનેરી તડકો થ્યો
આજ હવે કાં’ક હળ્ય હૂઝે

ધરતી ડોલી ને જાણે મચીયું ધીંગાણું
રે લોક ઊંધું ઘાલીને દોડે
આડેધડ હાલીને ધરપત વળી
તં’યે  હળુ હળુ હરખુ  કાં’ક હૂઝે

તોફાની છોકરા રે રીડીયારમણ કરે
રાડ્યું પાડીને હું થાકી
નોખા ઓરડીયામાં લઈ જઈને પૂર્યાં
તં’યે હવે સાન ઠેકાણે આવી

ઉરમાં ઉધમાત અરે અમથો ઉકળાટ
મને ખિજવાટે અંધારા આવે
હૈડે મારે મીઠી ટાઢક વળે
જયેં ગરૂજી મોં હરખીં હમજાવે

       ———-
પહેલી કડીઓમાં મનની અજાગૃત અવસ્થા,  પછી સફળતા માટે દોડધામ, અસફળતાની નિરાશા, અંતે સમજણ

Fantasy

Posted in કાવ્યો by saryu on January 21st, 2010


painting by Dilip Parikh                

 Fantasy                      

 Once upon a time, had a curious relation
Long love, hate, and choppy elation

 Gingerly, I said, “My feelings have been hurt”
He rendered me retort and took off, quite curt

 Hours and days on pins and needles
My heart and mind play a game of riddles

 When he calls, I’ll say, “ Honey I hurt”
He’ll show some grace, “ I’ll give you comfort”

The game goes on, at the phone I stare
My mind is greening as I play solitaire

 Sure, he shall give me details to do right
Generous as I am, will say, “Let’s not fight”

Fancy, funny game and my teasing, silly mind
Daydreaming heart drags following behind

Months and years, no roses no flame
My mind is laughing at my fantasy game

 Whatever did happen, meant for the best
Now mind is amused, heart happy he left

        ——-

| Comments off

અનુભૂતિ

Posted in કાવ્યો by saryu on January 16th, 2010

IMG_0561

અનુભૂતિ

કેવો લિસોટો આજ આભમાં?

હળવે જાગેલ દેવ સૂરજના સંચારે
આઘે લસરકો અવકાશમાં
કેવો લિસોટો આજ આભમાં!

સ્તબ્ધ આજ સૃષ્ટિની ભીની સફેદીમાં
સૂર્ય રથ  જલ્દી  વિહારમાં
એનો લિસોટો આજ આભમાં!

અવની ને અંબર શણગારે સવારને
સોનેરી દામણી લલાટમાં
એનો લિસોટો આજ આભમાં!

સૂર્યોદય લાલી લલનાને લજાવે
રે લપસે કાજળ પલક પાળમાં
એનો લિસોટો આજ આભમાં!

મુકુટધારીની પાસ બેઠાં ગણેશજી
રેખા દોરી હો પરિહાસમાં
એવો લિસોટો આજ આભમાં!

સરયૂ અનંતમાં હો રામજી રવૈયા
ને ક્ષણનો લસરકો હો ધ્યાનમાં
એવો લિસોટો આજ આભમાં!
      ———-



Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.