Archive for Uncategorized

પુસ્તક-“નીતરતી સાંજ Essence of Eve”

Posted in Uncategorized by saryu on August 21st, 2011

Nitarati sanj-PDF       <click on પુસ્તક “નીતરતી સાંજ Essence of Eve”
It gives me a great pleasure to inform you all that Saryu’s book “Nitrati Sanj –Essence of Eve” has been published. The whole book can be viewed online and the link is :    www.saryu.wordpress.com

Vimochan-final વિમોચનઃ ભાવનગરમાં ૯/૨૫/૨૦૧૧

 

PADMSHRI award for my brother, Munibhai Mehta!!!!!

Posted in Uncategorized by saryu on January 25th, 2011
Namaste,
My brother Munibhai, Dr.Mahesh Haribhai Mehta, is honored with one of India’s most prestigious national awards, PADMSHRI.
We are proud of him, as always.
Love,
Saryu-Dilip

chairman@glsbiotech.com
Dr.M.H.Mehta, Chairman-GLS-Biotech, Vadodara, Gujarat .

પદ્મશ્રી
હરિ જાન્હવીનું કમલ બીજ

સુદ ભાણજી નાના  નીરજ

ઋજુ સ્નેહ સરયૂ  સાથમાં
રહ્યું સુખ ઈલા સહવાસમાં

સત્ કર્મ  પ્રખર પ્રભાસમાં
આ  પદ્મશ્રી  મુનિ  હાથમાં.

—-લે.સરયૂ
માતા-ભાગીરથી-તખલ્લુસ, જાન્હવી
પિતા- હરિભાઇ
માતામહ- ભાણજી દવે
બહેન-  સરયૂ
પત્ની-  ઈલા
મહેશ- મુનિ


સરયૂ પરીખનો પરિચય

Posted in Uncategorized by saryu on September 12th, 2010

 

My Life
The magnificent journey of many medley moments,
Each preen pulse has its own special comment.
The
loyal good relations are  my strength and treasure,
The wile vibrations always taught me a lesson.
The pure precious feelings when love flows freely,
 Breaking lines of mines,  and  submerging  serenely.
 Two friendly worlds, a rainbow arcI share the words of deep delight.
  The song of life, my grateful heart, Simply follows the guiding light..
પરિચય
વતન  ભાવનગરે મીઠો  વાસ
‘ગંગોત્રી’  મુજ  મૈયર આવાસ
હરિભાઈ   પ્રમાણિક   પિતા
કવિયેત્રી   ભાગીરથી   માતા
ગૌરવ લઉ  પદ્મશ્રી.મુનિભાઈ ભ્રાતા
કલાકાર દિલીપ જીવનસાથી
બાળકો  બે  પ્રભુની  કૃપાથી
અમેરીકામાં  વર્ષોના  વાસી                                

આધ્યાત્મિક   જ્ઞાનનાં   પિપાસી                       
સંગીત    સાહિત્યના   મીમાંસી                           
સરયૂ પરીખ.
 

www.saryuparikh.gujaratisahityasarita.org www.saryu.wordpress.com

નામઃ સરયૂ દિલીપ પરીખ

અભ્યાસઃ બી.એસસી. બાયોલોજી, ભાવનગર, ૧૯૬૬. એમ.એસસી.બોટની. વડોદરા.૧૯૬૮
અમેરિકામાં વ્યવસાયઃ મેડીકલ ટેકનોલોજીસ્ટ .

ભાવનગરમાં સાહિત્યકારો અને કલાકારોનાં રસમય વાતાવરણમાં ઊછેર થયો.
માતા ભાગીરથી મહેતા ભાવનાશીલ લેખિકા હતા જેમની યાદમાં શીશુવિહારમાં
“જ્હાનવિ સ્મૃતિ”  કવિયેત્રી સંમેલન યોજાય છે. મામા કવિ નાથાલાલ દવે અને
દિલીપના પિતાશ્રી કૃષ્ણકાંત પરીખ ઉત્તમ સાહિત્ય આપી ગયા છે.

ભારત છોડ્યાને ચાલીસ વર્ષો થયા છતાંય બન્ને કુટુંબોમાં સાહિત્યસર્જનનો આસ્વાદ
મ્હાણતા રહ્યા. કવિતા લખવાનો આરંભ, ૨૦૦૨માં સાહિત્ય સરિતા હ્યુસ્ટનની શરૂઆત
સાથે થયો. સ્વતંત્ર વિચારશૈલીનો પ્રતિભાવ, “અન્યના માળખામાં કવિતા પુરવી
ગમતી નથી, અમે તો ડોલનશૈલીના અનુરાગી, દલપત છંદબંધી ગમતી નથી.”

સર્જનો  ‘દર્પણ’ હ્યુસ્ટન, ‘ગુર્જરી ડાયજેસ્ટ’  ‘અખંડ આનંદ’ અને ‘દેશવિદેશ’ના ખાસ
પ્રકાશનમાં પસંદ થયેલ.
‘સબરસ’ (ઓન લાઈન)માં, ‘ચિત્તશાંતિ’ કવિતા પ્રથમ વિજેતા, ઓગસ્ટ ૨૦૧૦.
પુસ્તકઃ “નીતરતી સાંજ” ૨૦૧૧માં પ્રકશિત. ૭૮ ગુજરાતી કવિતા, ૩૪ અંગ્રેજી કવિતા, ૬ હિન્દી કવિતા.
મારા અનુભવો, વાર્તા અને ૨૦ દિલીપના ચિત્રોનો સમન્વય કર્યો છે.

પુસ્તકઃ “આંસુમાં સ્મિત” ૨૦૧૩માં પ્રકાશિત
આ બન્ને પુસ્તકોમાં સર્વભોજ્ય અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં કવિતા અને અનુભવો લખાયા છે. આ દેશમાં
રહેતા ઘણા ગુજરાતી ન જાણતા અંગત સાહિત્ય રસિક મિત્રો છે. એ મિત્રો સાથે
પણ એટલી જ રસ લ્હાણ થઈ શકે છે. અમે ન્યુજર્સી, કેલીફોર્નિઆ, ફ્લોરીડા અને
ટેક્સાસમાં રહ્યા. તેર વર્ષ હ્યુસ્ટનમાં રહ્યા પછી હવે ઓસ્ટીન,ટેક્સાસમાં રહેઠાણ છે.
માણસો બધે સરખા હોય છે, ‘સ્વ’ એ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. અમે જ્યાં પણ રહ્યા
મને ખૂબ પ્રેમાળ સંનિષ્ઠ મિત્રો મળ્યા છે. ગુજરાતી સાહિત્ય ઓછુ મ્હાણવા મળ્યુ,
પણ હવે કંમ્પ્યુટરના માધ્યમથી ગુજરાતના અને વિશ્વના દરેક ખુણેથી સર્જનો અને
પ્રતિભાવોની આપ-લે નિયમિત થાય છે જે અત્યંત આનંદદાયક છે.
સેવાકાર્યઃ શિક્ષણકાર્ય અને ઘરેલુ ત્રાસમાં અટવાયેલ બહેનોની સેવા કરતા થયેલા અનુભવો
મુશ્કેલીમાં કોઈને માર્ગદરશન મળી શકે એ આશય સાથ લખ્યા છે.

પુસ્તક ૩ઃ  અંગ્રેજીમાં સ્વજીવન પર આધારિત નવલકથા, a poetic novel “Moist Petals” ૨૦૧૫માં પ્રકાશિત.

ગયા વર્ષોમાં ભારતથી પુસ્તકો અને મેગેઝિનો મેળવવા પ્રયત્નો કરવા પડતા. ગુજરાતી સાહિત્ય ઘણુ ઓછુ મ્હાણવા મળતું.
પણ હવે કંમ્પ્યુટરના માધ્યમથી ગુજરાતના અને વિશ્વના દરેક ખુણેથી સર્જનો અને પ્રતિભાવોની આપ-લે નિયમિત થાય છે
જે અત્યંત આનંદદાયક છે. માતૃભાષાના સહવાસનો આટ્લો સરળ રસ્તો મળવાથી આજે જાણે જીવન સંમૃધ્ધ બની ગયું છે. ગુજરાતી ભાષાનુ ભાવી ક્યારેય કલ્પ્યુ નહોતું એટલું ઉજ્વળ મને દેખાય છે.નમસ્તે.
દરેક મુકામે, સૌજન્યશીલ બાળકો અને સ્વજનોના સાથથી જીવન રસાળ છે.

———–

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.