Archive for February, 2014

કોઈ ચૂમી ગયું

Posted in કાવ્યો by saryu on February 14th, 2014

 

કોઈ ચૂમી ગયું

નયન આંસુ લૂછીને ઊભી ઉંબર બહાર,
આજ આનંદ ને ઉત્સવ છે હૈયાના હાર.
બંધ અવની ને અંબરના ઊઘડતાદ્વાર,
અહો આશાના કિરણોનો આવ્યો ઉજાર.

બસ, દ્રષ્ટાની હાજરી  છે,  ચિંતા નથી.
કોઈ   વાવડ  વિચારની   મહંતા  નથી.
રીસ  વ્યાકુળ  આકાંક્ષાનું  લાંગર  નથી.
દિલ   ડેલીમાં   દર્દીલા   દસ્તક  નથી.
પંખ પંખને હુલાવતો આ વાહર આવ્યો.
પર્ણ પર્ણને પળોટતો આ શ્રાવણ આવ્યો.
અંગ અંગને મલાવતો આ ફાગણ આવ્યો.
પંથ પંથને  વળોટતો આ સાજન આવ્યો.

જરા સંકોરી વાટ, મહીં અંતર અજવાસ,
અષ્ટ  કોઠા  પ્રદિપ્ત,  સુશોભે  આવાસ.
જાગ્યો વિશ્વાસ, લઉં પુલકિત આ શ્વાસ,
અલક ચૂમી ગયું, એનો અંકિત આભાસ.
——

 

The Broken Wings

Posted in કાવ્યો by saryu on February 11th, 2014

 

The Broken Wings

Where am I?
I cry, gag, and wake up with a whack.
I am out, aghast, where is my sac?

The wonderful care and sweet gentle stare.
I crawl and cling, funny wobbly fling.
So, day by day I am made aware
of my two strong wings to flap and flair.

The deep blue sky and the shifting winds,
I soar and slide, giddily glide.
The wings are forever, I think in trance.
I race nonstop, one way advance.

Years went by…Now, why can’t I?
I push and try to fly in the sky,
My broken wings and far off swings.

May someone come to carry me again,
I don’t want to cling to the broken wings.

The cycle of life and a pause of death,
The time has come to get new wings.

———-

 


From Birth to life-cycle journey


| Comments off

લગ્નતિથિ

Posted in કાવ્યો by saryu on February 1st, 2014

 

લગ્નતિથિ

 

જીવન  પંખીની   સમતલ  બે  પાંખ તમે,
ગૃહ  ચહેરાની  વરવહુ   બે   આંખ  તમે.

 રે  પતંગ  બની  એક  જાણે  ઊડે  આકાશ,
સખી  દોર બની રહે સ્થીર, સોહે આવાસ.

 જીવન ગાડીની મંઝિલ  પર સર સર સહેલ,
હાથ હાથમાં ને  સાથ  મળી બાંધ્યો મહેલ.

 આજ વર્ષોનો નેહ અને સમજણ સહવાસ,
દિલ બગીચો છે ભર્યો ભર્યો, મીઠી  સુવાસ.

 મુનિભાઈની  મહત્તા ને ઈલાની  આવડત,
મુનિલાના આંગણમાં  મંગળમય  સ્વાગત.
—–
સસ્નેહ સરયૂ.

      પ્રેમાળ, ભાઈ મુનિભાઈ અને ઈલાભાભીની લગ્નતિથિ નિમિત્તે.
૧/૨૮/૧૯૬૯ – – ૧/૨૮/૨૦૧૪

 

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.