Archive for November, 2009

Till We Meet Again સંભાળજો

Posted in કાવ્યો by saryu on November 28th, 2009

DSC04668 (2)Mridul

Till We Meet Again

Love, I am sending with you,
A piece of my heart

I will hold back tears, wait not wane
And let them roll when I see him again

I know you shield him in your tender loving core
But how do I console my aching soul?

Every time I see the shadow of his face,
I jump out of myself to run and embrace

I hear dreamy sounds in the middle of the night
Will wonder and wish to hold him tight

I know, my loves!  Time will pass,
And we’ll melt again in each other’s arms

———————Kethan on a trip to Bangladesh with Daddy.11/09

સંભાળજો

મોકલુ હું આજ  સાથે મન કમળની પાંખડીને
જાય જોજન દૂર વ્હાલા!  વિરહ છે મુજ આંખડીને

આંસુ અટકે નયન ગોંખે રય જિગરના ટુકડાને
ફરી વહેશે, જ્યારે જોશે, મલકતા મધુ મુખડાને

જાણું છું કે જાળવે તું  જીવ કેરા  જતનથી
ક્યમ  મનાવું  મ્હાંયલાને  જે વિખૂટે અમ રતનથી

જોવું જોવું અંહી કહીં પરછાઈ એની પ્રતિક્ષણ
તનને છોડી દિલ રે દોડી જાય લેવા બાથમાં ક્ષણ

રાત્રી મધ્યે  સુણુ ભ્રામક રુદ્ધ આક્રંદ એનુ
અચરજ અને અભીપ્સાથી હાથમાં એને વીંટાળુ

સમય જાશે જટ વહી ને ભાવભરતી ભેળા થઈશુ
પીગળી જઇશુ પલક પાળે એક સંગમ બનીશુ
———–

સંબંધો

Posted in કાવ્યો by saryu on November 11th, 2009

IMG_0197

સંબંધો

સહજ સાજ તૂટતા સંબંધોને તૂટવા દે
લાગણીની ગાંઠો સરી છુટે, તે છુટવા દે
ખેંચી તાણીને ફરી સાંધીને બાંધેલી
દંભી દોસ્તીની ઝાંય ઝાંખી, ભૂંસાવા દે

વહેતી નદી ને સદા તરતાં આ પાન જાય
બીજા ખરી, સાથ તરી, વહેણે વિખરાય જાય
બહુ રાખ્યે ના રે’ તો વહેતા રે મૂકજે
થાયે તે સારુ, કહી દિલથી વિસારજે

ભવની ગાડીમાં ચડે, અણજાણ્યા આવશે
પ્રેમ સહિત બેસાડી ભવભાતુ આપજે
સંગ સંગ થોડી સફર, ઉતરે ત્યાં અલવિદા
અભિગમના ઓરતાં ના રાખજે

સગપણના જાળામાં ગુંગળાવી ગુંગળાવી
મસ્તાના મોરને ના મારજે
પ્રીતભર્યા પલકોના મોતીને વીણી વીણી
પરવાના તારથી પરોવજે
            ————–
અભિગમ=મુલાકાત , પરવા=દરકાર 

બોલ સખી!

Posted in કાવ્યો by saryu on November 3rd, 2009

prafula

બોલ સખી!

બાળપણાની સહિયર  હરદમ હેત પ્રીતની  હેલી
વિના  કારણે   આજે  બેઠી   સૂનમૂન  કેમ સહેલી!

અચરજ મારા મનમાં ચાલે અણઉકલી કો’ વાત!
અંતર   કરતાં,  મન  અંતરના,  અંતરાય આતાપ

બે કળીઓ ખીલતી દિલ ખોલી સંવેદનશીલ ડાળે
હસે  રડે   અમ   આંસુ   સાથે  સાથે   નયન    હિંડોળે

મારી યાદે  માતા જ્યારે  અતિશય  વ્યાકુળ  થાતી
તારે  ચહેરે   ત્યારે  એના   મનમાં   શાતા   વળતી

નાની  મોટી    ખટમીઠ્ઠી   પળપૂંજી   સિલક  મધુરી
દર્દ  ભરેલી   ગંભીર ગોષ્ઠિ  તુજ  વિણ રહે અધૂરી

તુટી  રહ્યો    જો  મૈત્રી  દોરો ,  દોડી  એને   ઝાલૂં
કે’, હળવે હળવે સરવા દઇ આવર્તન ગણી વિસારું?
———-

| Comments off


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.