પૂર્વગ્રહ

Posted in કાવ્યો by saryu on June 1st, 2010

પૂર્વગ્રહ

અતીતના અંધારા  ઉજળી  આ  આજને,
ક્લેશોની  કાલિમા  લગાવે   છે  સાજને,
આ પળની  સરગમ  સૂણાવો
રે પ્યારે!  આ પળની  સરગમ  સૂણાવો..

બોલ્યા બે બોલ  ત્યાં   પૂર્વેના   કોલટા,
મનમાં  અંગાર  ભરી  દેતા એ સામટા,
આવ્યો  અષાઢ  તો  યે  વૈશાખી  વાયરા,
આવી  આવી ને અગન  દેતા, રે  પ્યારે!-આ  પળની..

મારા  અભિમાનને  હું પંપાળુ,  પસરાવું,
‘ હું ‘ને  જો  ઠેસ  લગે,  કટૂતાથી  કતરાવું,
સ્વને  સંભાળવા  લંબાવું  એક  હાથ,
ભૂલીને  પ્યારાના  હેતલ  હજાર  હાથ!–આ પળની..

પૂર્વગ્રહ,  પૂર્વકર્મ ,  રાખીને  પૂર્વમાં,
આ ક્ષણનો  સહજ  ભાવ  મ્હાણો  આણંદમાં,
અવસર  અટવાવો  ના  અવળા  આક્રંદમાં,
આહ્‌લાદક  સૂરો  રેલાવો , ઓ પ્યારે!–આ પળની..
———–

| Comments off

એકલા

Posted in કાવ્યો by saryu on June 1st, 2010

એકલા

મોટી     મીજબાની       દાદાને        આજ,
સગા    સહુ    આવ્યા  છે  જન્મદિન  કાજ.

દાદાનો      જન્મદિન     એંશીનો      આજ,
જો   જો   કો   વાતની    રહે    ના   કચાશ.

દાદી   ગયા   ત્યારથી,  દાદા   છે   એકલા,
બાળકોની  વચ્ચે   પણ  એ   સાવ  એકલા.

મોટી     ઉજાણી      ને     દાદાનુ     માન,
સૌ    જુએ     માને     છે    દાદા     મહાન.

દીકરી    વહુ   બેટા   મહેમાનોમાં   વ્યસ્ત,
સૌને     જમાડે     સૌ     સૌમાં    છે   મસ્ત.

દાદા  હળ્યા મળ્યા,  ને જોઈ વળ્યા તાળ,
એકલા    ઉભેલા    લઈ   ભારી   એ  થાળ!
—-

Alone

Big   celebration  for  Grandpa   today,
The kin have come for his birthday!

The  eightieth  year as grand as  can  be,
All is great, as well as can be.

Since Grandma  is gone,
Papa  feels  all alone.
In the midst of the mingle,
He wanders, so single.

A very big feast with glory and greets,
Everyone  thinks  that  it’s  a true treat.

The daughters and sons are very good hosts,
But forgetting Daadaa, who is weary and lost.

Grndpa did  meet his formal old mates,
Bored and tired,  for it was so late.
Standing alone, missing  his  life-mate,
Solitaire self,  like  his big empty plate.

————

| Comments off

अति सदा वर्जयेत

Posted in કાવ્યો by saryu on May 28th, 2010

અતિ

પ્યાર   પ્રેમનુ   મધુર  આ    બંધન  સંસારીને  બાંધે,
અતિપ્રેમના  પાશમાં  પરવશ  મોહમાં  બદલી  જાયે,
પ્રેમ થાપટ મારી બોલે, અતિ અતિને ત્યાગ,
રે માનવ! અતિ અતિને ત્યાગ.

યમ  આહાર વિહાર ને નિદ્રા , કૃષ્ણ ગાંવ લઈ જાયે,
અતિની   આગમાં   લપટાઈને   સ્વ  સર્વસ્વ  જલાવે,
સમતા થાપટ  મારી બોલે, અતિ અતિને ત્યાગ,
રે માનવ!  અતિ અતિને  ત્યાગ.

કર્મ  ધર્મ  જે   જીવન  ચક્કર  સહજ  ભાવ  ચલાવે,
અતિ કર્મ ને  અણસમજણમાં ફળને વિફળ બનાવે,
કેશવ થાપટ  મારી  બોલે, અતિ અતિને  ત્યાગ,
એ માનવ!  અતિ અતિને  ત્યાગ.
————

अति सदा वर्जयेत

प्यार  प्रेमका   मधुर   ये   बंधन   सब   संसारको   बांधे,
अतिप्रेमके   पाशमे    परवश   मोहमे   बदल   ये   जाये,
प्रेम ये थापट मारके बोले, अति अतिको त्याग,
रे मानव ! अति   अतिको   त्याग———

यम   आहार   विहार   व   निद्रा   कृष्ण   गांव   ले   जाये,
अतिकी  आगमे   लीपट   लीपटकर  अपने  आप जलाये,
समता थापट   मारके   बोले अति अतिको त्याग,
रे मानव !अति   अतिको  त्याग———-

कर्म   क्रिया जो  जीवन   चक्कर सहज भाव चलाये,
अतिकर्म   जो   अनजानेमे    फलको   विफल   बनाये,
केशव थापट मारके बोले अति अतिको त्याग,
रे मानव ! अति अतिको  त्याग———-

—————

આશાપંખી

Posted in કાવ્યો by saryu on May 26th, 2010

આશાપંખી

પંખી   પાછળ   બાળક    દોડે     સાગરને    કીનારે,
હમણાં  પકડું,  હમણાં પકડું,  એહી   અનમ  સહારે.

આ  ના   મળીયું , પેલું   મળશે , આશે   કુદકા  મારે,
વણથંભ્યો   એ   હોંશ   હલેસે  ભવ  સાગર  ઓવારે.

આશા પંખી  ફરફર   ઉડે  મનચિત્ત   પર  મંડરાવે,
સોણે   સપણે  વલખાં  મારે  એક  પકડે એક છોડે.

પાંખ    પસારી    ઉપર    ઉડે    ઉમંગ   મોજા  સાથે,
ઝગમગતા   તારા  પર   જઇને   હળવેથી  હરખાયે.

આશા  છે   તો   જીવન  ગુજરે , અરમાનો  સંગાથે,
અદીઠ    દોરે   દિવસો   ગુંથે   આશા  મોતી  સાથે.
————-

અધ્યાત્મ

Posted in કાવ્યો by saryu on May 26th, 2010

અધ્યાત્મ

એક પગલું આગળ  ને બે  પગલાં  પાછળ,
એવી  અધિ આતમની  ગતિ  સતસંગી,
એવી  અધિ  આતમની  ગતિ….

આજ  લગી  જાણ્યુ’તુ  સંસાર એ જ સર્વસ્વ,
કેટલાં  જતનથી  જીરવેલું  વર્ચસ્વ,
સાધન હું  એને  બનાવું  રે સાધુ,
એવી  અધિ  આતમની  ગતિ….

સુંદર  મુજ  આવરણ  સજાવ્યુ  સર્વોત્તમ,
અંતરનુ  મંદિર ને વસતાં  ત્યાં  પુરુષોત્તમ,
અક્ષર  આ  ક્ષરમાં  સમાયું  રે સાક્ષર,
એવી  અધિ  આતમની  ગતિ….

ક્વચિત એ મંદમંદ  ક્ષણમાં  એ  તિવ્રત્તમ,
શરીર  મન  બુદ્ધિની  પગથીની  ઉતર ચડ,
ઉગમ  આગ  મૂલાધાર  લાગી  રે  ગુરુજી,
એવી  અધિ  આતમની  ગતિ….
 
——– 

| Comments off

The Rulers

Posted in કાવ્યો by saryu on May 25th, 2010

 

 

The Rulers 

  Watch  out,  watch out,  the tiny  tyrants  are  here,
  With  a  whisper or whimper  they easily conquer!  

 They  scratch  or  pinch,   safeguard    your    skin,
They  push   and   jab   while   spread    spell  web!

 With  abundant    powers   they   rule  and   hover, 
The  dogged  demands  with  luscious  commands!

The  teeth,  the walks   have been   topics  of  talks,
The  giggles   and   gaff ,  the   frolicsome   laughs!

The    jubilent     jeers    and    charming     cheers,
Play    hide     and     seek,   dare    darling   dears!

——————

 

 

 

 

| Comments off

પ્રાર્થના

Posted in કાવ્યો by saryu on May 25th, 2010

પ્રાર્થના

પ્રભુ   મારી  આશા   નહિવત   કરજે.
પ્રભુ   મારી   અપેક્ષા   નિર્મૂળ  કરજે.

પરણીને    સાસરીયે    આવી   નવા  બંધનો  બાંધી,
 સૌની   સેવા   કરતાં  કરતાં  એક    પ્રાર્થના  ચાલી…
   પ્રભુ  મારી  આશા નહિવત  કરજે.

  બાળગોપાળ  ખોળામાં  ખેલે સર્વસ્વ  આપ્યું   ઉછેરે,
  ભણી  ગણીને  ચાલ્યા   ત્યારે  એ  જ  પ્રાર્થના ચાલે…
પ્રભુ  મારી  આશા  નહિવત  કરજે.

દીકરી    મારી   ક્યારે  પરણે    મન   ઉમંગે   રાચે,
  પરણી  ચાલી  નવ  સથવારે એ  જ  પ્રાર્થના  ચાલે…
પ્રભુ  મારી  આશા  નહિવત  કરજે.

રૂમઝૂમ  પગલે  ઘરમાં  આવી પુત્રવધૂ એ પ્યારી,
 મન  ઝંખે  બે  મધુર વચનો  એ જ  પ્રર્થના ચાલી…
પ્રભુ  મારી  આશા  નહિવત કરજે.

 સુખી  કરીને  સુખી  થવાની  એક  અમૂલ  એ  ચાવી,
  જરાતરા  નહીં    કોઈ   અપેક્ષા   સરયૂ    સંસારીની…
પ્રભુ  મારી  આશા નહિવત  કરજે.
                                   ————                                           
                                                       —– બેનપણી ચારુબેને આપેલ વાક્ય પરથી–

કર્મ  કરૂં   અધિકારથી,  નિષ્કામી  કર્મ  ઉમંગ.
તૃપ્ત અખંડ અનંતથી,  નિર્મળ  નરવો  સંગ.

 

| Comments off

સરૂ આવી!

Posted in કાવ્યો by saryu on May 16th, 2010

સરૂ આવી!

 આ   સપ્તર્ષિ,  એ   ધ્રૂવ   તારક,  ચાંદામાં  આછા   ઓળા,
કહી   બતાવે    રમણિય   રાતે,   દાદા     દૂરબીનવાળા.

અધખીલ્યું    ૠજુ   કિશોર  ચિત્તવન,  દાદામામા   ખોલે,
ભૂમંડળથી     દર્શન      દોરે        ઊડતું       ઉડન-ખટોલે.

વૈજ્ઞાનિકની     વાતે ,    વહેણેં ,    આભ    ઝૂકીને    આવ્યું,
ચાંદા    તારા   સૂરજને      દૂર   દર્શન    નજીક       લાવ્યું.

તારા    ઝૂમખાં    યાદો    લઈ     દાદાને  મળવા  આવી,
કરચલીઓની     કોરે    કોરે     પરિચય    પાછો   લાવી.

ઝાંખપ    જર્જર    આંખો      હસતી   તેજે   તરે    ચમકતી,
 એમ  જ,    હેતે    હળવે    બોલે,  ” ઓહો! સરૂ   તું  આવી!”
——————-

                                           દાદામામા, જટાશંકર દવે

તારા  ઉપર  તારા   તણાં    ઝૂમી   રહ્યા  જે    ઝૂમખાં;
                   તે    યાદ  આપે   આંખને    ગેબી    કચેરી   આપની !      -કલાપી

 

સાસુ / Mother-In-Law

Posted in કાવ્યો by saryu on April 29th, 2010
સાસુ

અરમાનોના આંગણથી હવે  પાછી નહીં   ફરવાની,
અષ્ટકોણના  અંજળમાં   હું  ત્રિકોણ   થઈ તરવાની.
 
આતુર  માતા દ્વારે ઉભી, ચિંતિત નવલ નીરખતી,
 ” લાગે   છે  તો  સારી, રાણી   નિવડે વખાણવાની”.
 
ગરવે   ગુંથ્યા   માળામાં   નવનીતને    નોતરવાને,
  અંગ અંતરના  અંકુરને  ફરી  શી
ખતી ઓળખવાને. 

મારા   મીતવાની  માતા  છે,  અતૂટ  રય   સમજીને,
એકબીજાના  અવગુણોને   હસતાં   મૂક્યા    તજીને.
 

મારો   પ્યાર   મળે   માતાને,  એનો  ઝરમર  વરસે,
 ઉષ્માની આ અવળી ધારા અવલ અકલ્પિત વરસે.

સંબંધોના    શ્રાવણમાં    સાસુ,  માં   બની    ભીંજેલી,
  અરધે   રસ્તે  હાથ   મીલાવી  આવી   સાથ  મળેલી. 

યાદ   કરૂં     એની    માતાને   માન   પ્રેમ     સંતોષે,
વહુ   દીકરી   સાસુ    માતાની    મનોમંજરી   મહેકે.
 
————

Mother-In-Law

 A half-moon smile through the half-opened door
On the other side was me, met the in-law enemies

 I showed off to be smart, but was shaking in my heart
I could deal with the rest but his mom was a test

 She hugged me with caution, and I felt her emotion
Her few funny words to confirm where he belonged

 She was trying her best to share her cozy nest
To cope with the rile brought on by her rebel child

 I rendered my respect, as a mother-in-law would expect
Many moons by her side, we put the faults and flaws aside

The circle of siblings had very warm feelings 
The winsome sound in her, was humming all around

 Open Heart, open mind, give and take to remind
His kind gentle mother did love me like a daughter

——————-

| Comments off

મન મુકીને….

Posted in કાવ્યો by saryu on April 18th, 2010

મારે મન મુકીને…

મારે      મન     મુકીને    હસવું     છે
મારે    દિલ    ખોલીને    રડવું     છે
           
મન  મંદિરના  મધુ  ઝણકારે
       વિશુ    વિશ્વ    ૐના    રણકારે 
         આછી    આહટના   પગ   તાલે
          
કોઈ    ભીની   આંખને    અણસારે
મારે    મન      મુકીને     હસવું    છે
મારે     દિલ    ખોલીને   રડવું    છે
          
સૂનમૂન    બેઠેલા   બાળક   ને
      કોઈ   કોમળ   ફૂલના  ચાહકને
         અનાથ       પંગુના    પાલકને
            થામીને      કલેજે        માશુકને

મારે   મન   મુકીને     હસવું       છે
મારે     દિલ    ખોલીને     રડવું   છે

        ————         

| Comments off

« Previous Page« Previous entries « Previous Page · Next Page » Next entries »Next Page »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.