મન મુકીને….
મારે મન મુકીને…
મારે મન મુકીને હસવું છે
મારે દિલ ખોલીને રડવું છે
મન મંદિરના મધુ ઝણકારે
વિશુ વિશ્વ ૐના રણકારે
આછી આહટના પગ તાલે
કોઈ ભીની આંખને અણસારે
મારે મન મુકીને હસવું છે
મારે દિલ ખોલીને રડવું છે
સૂનમૂન બેઠેલા બાળક ને
કોઈ કોમળ ફૂલના ચાહકને
અનાથ પંગુના પાલકને
થામીને કલેજે માશુકને
મારે મન મુકીને હસવું છે
મારે દિલ ખોલીને રડવું છે
————