સરૂ આવી!
સરૂ આવી!
આ સપ્તર્ષિ, એ ધ્રૂવ તારક, ચાંદામાં આછા ઓળા,
કહી બતાવે રમણિય રાતે, દાદા દૂરબીનવાળા.
અધખીલ્યું ૠજુ કિશોર ચિત્તવન, દાદામામા ખોલે,
ભૂમંડળથી દર્શન દોરે ઊડતું ઉડન-ખટોલે.
વૈજ્ઞાનિકની વાતે , વહેણેં , આભ ઝૂકીને આવ્યું,
ચાંદા તારા સૂરજને દૂર દર્શન નજીક લાવ્યું.
તારા ઝૂમખાં યાદો લઈ દાદાને મળવા આવી,
કરચલીઓની કોરે કોરે પરિચય પાછો લાવી.
ઝાંખપ જર્જર આંખો હસતી તેજે તરે ચમકતી,
એમ જ, હેતે હળવે બોલે, ” ઓહો! સરૂ તું આવી!”
——————-
દાદામામા, જટાશંકર દવે
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા જે ઝૂમખાં;
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની ! -કલાપી
Dr.M.H.Mehta said,
May 17, 2010 @ 1:51 pm
Yes indeed! Dada made a major imact on us & my science career!
Love.
munibhai