પ્રાર્થના
પ્રાર્થના
પ્રભુ મારી આશા નહિવત કરજે.
પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે.
પરણીને સાસરીયે આવી નવા બંધનો બાંધી,
સૌની સેવા કરતાં કરતાં એક પ્રાર્થના ચાલી…
પ્રભુ મારી આશા નહિવત કરજે.
બાળગોપાળ ખોળામાં ખેલે સર્વસ્વ આપ્યું ઉછેરે,
ભણી ગણીને ચાલ્યા ત્યારે એ જ પ્રાર્થના ચાલે…
પ્રભુ મારી આશા નહિવત કરજે.
દીકરી મારી ક્યારે પરણે મન ઉમંગે રાચે,
પરણી ચાલી નવ સથવારે એ જ પ્રાર્થના ચાલે…
પ્રભુ મારી આશા નહિવત કરજે.
રૂમઝૂમ પગલે ઘરમાં આવી પુત્રવધૂ એ પ્યારી,
મન ઝંખે બે મધુર વચનો એ જ પ્રર્થના ચાલી…
પ્રભુ મારી આશા નહિવત કરજે.
સુખી કરીને સુખી થવાની એક અમૂલ એ ચાવી,
જરાતરા નહીં કોઈ અપેક્ષા સરયૂ સંસારીની…
પ્રભુ મારી આશા નહિવત કરજે.
————
—– બેનપણી ચારુબેને આપેલ વાક્ય પરથી–
કર્મ કરૂં અધિકારથી, નિષ્કામી કર્મ ઉમંગ.
તૃપ્ત અખંડ અનંતથી, નિર્મળ નરવો સંગ.