આશાપંખી
આશાપંખી
પંખી પાછળ બાળક દોડે સાગરને કીનારે,
હમણાં પકડું, હમણાં પકડું, એહી અનમ સહારે.
આ ના મળીયું , પેલું મળશે , આશે કુદકા મારે,
વણથંભ્યો એ હોંશ હલેસે ભવ સાગર ઓવારે.
આશા પંખી ફરફર ઉડે મનચિત્ત પર મંડરાવે,
સોણે સપણે વલખાં મારે એક પકડે એક છોડે.
પાંખ પસારી ઉપર ઉડે ઉમંગ મોજા સાથે,
ઝગમગતા તારા પર જઇને હળવેથી હરખાયે.
આશા છે તો જીવન ગુજરે , અરમાનો સંગાથે,
અદીઠ દોરે દિવસો ગુંથે આશા મોતી સાથે.
————-
hema patel . said,
May 27, 2010 @ 2:13 pm
અતિ સુન્દર રચના.
શૈલા મુન્શા said,
May 31, 2010 @ 7:16 pm
“આશા છે તો જીવન ગુજરે, અરમાનો ના થાકે,
અદિઠ દોરે દિવસો ગુંથે આશા મોતી સાથે”
બહુ સાચી અને સુંદર વાત. આશા ઉપર તો દુનિયા નભે છે.