એકલા
એકલા
મોટી મીજબાની દાદાને આજ,
સગા સહુ આવ્યા છે જન્મદિન કાજ.
દાદાનો જન્મદિન એંશીનો આજ,
જો જો કો વાતની રહે ના કચાશ.
દાદી ગયા ત્યારથી, દાદા છે એકલા,
બાળકોની વચ્ચે પણ એ સાવ એકલા.
મોટી ઉજાણી ને દાદાનુ માન,
સૌ જુએ માને છે દાદા મહાન.
દીકરી વહુ બેટા મહેમાનોમાં વ્યસ્ત,
સૌને જમાડે સૌ સૌમાં છે મસ્ત.
દાદા હળ્યા મળ્યા, ને જોઈ વળ્યા તાળ,
એકલા ઉભેલા લઈ ભારી એ થાળ!
—-
Alone
Big celebration for Grandpa today,
The kin have come for his birthday!
The eightieth year as grand as can be,
All is great, as well as can be.
Since Grandma is gone,
Papa feels all alone.
In the midst of the mingle,
He wanders, so single.
A very big feast with glory and greets,
Everyone thinks that it’s a true treat.
The daughters and sons are very good hosts,
But forgetting Daadaa, who is weary and lost.
Grndpa did meet his formal old mates,
Bored and tired, for it was so late.
Standing alone, missing his life-mate,
Solitaire self, like his big empty plate.
————