અધ્યાત્મ
અધ્યાત્મ
એક પગલું આગળ ને બે પગલાં પાછળ,
એવી અધિ આતમની ગતિ સતસંગી,
એવી અધિ આતમની ગતિ….
આજ લગી જાણ્યુ’તુ સંસાર એ જ સર્વસ્વ,
કેટલાં જતનથી જીરવેલું વર્ચસ્વ,
સાધન હું એને બનાવું રે સાધુ,
એવી અધિ આતમની ગતિ….
સુંદર મુજ આવરણ સજાવ્યુ સર્વોત્તમ,
અંતરનુ મંદિર ને વસતાં ત્યાં પુરુષોત્તમ,
અક્ષર આ ક્ષરમાં સમાયું રે સાક્ષર,
એવી અધિ આતમની ગતિ….
ક્વચિત એ મંદમંદ ક્ષણમાં એ તિવ્રત્તમ,
શરીર મન બુદ્ધિની પગથીની ઉતર ચડ,
ઉગમ આગ મૂલાધાર લાગી રે ગુરુજી,
એવી અધિ આતમની ગતિ….
——–