The Broken Wings

Posted in કાવ્યો by saryu on February 11th, 2014

 

The Broken Wings

Where am I?
I cry, gag, and wake up with a whack.
I am out, aghast, where is my sac?

The wonderful care and sweet gentle stare.
I crawl and cling, funny wobbly fling.
So, day by day I am made aware
of my two strong wings to flap and flair.

The deep blue sky and the shifting winds,
I soar and slide, giddily glide.
The wings are forever, I think in trance.
I race nonstop, one way advance.

Years went by…Now, why can’t I?
I push and try to fly in the sky,
My broken wings and far off swings.

May someone come to carry me again,
I don’t want to cling to the broken wings.

The cycle of life and a pause of death,
The time has come to get new wings.

———-

 


From Birth to life-cycle journey


| Comments off

લગ્નતિથિ

Posted in કાવ્યો by saryu on February 1st, 2014

 

લગ્નતિથિ

 

જીવન  પંખીની   સમતલ  બે  પાંખ તમે,
ગૃહ  ચહેરાની  વરવહુ   બે   આંખ  તમે.

 રે  પતંગ  બની  એક  જાણે  ઊડે  આકાશ,
સખી  દોર બની રહે સ્થીર, સોહે આવાસ.

 જીવન ગાડીની મંઝિલ  પર સર સર સહેલ,
હાથ હાથમાં ને  સાથ  મળી બાંધ્યો મહેલ.

 આજ વર્ષોનો નેહ અને સમજણ સહવાસ,
દિલ બગીચો છે ભર્યો ભર્યો, મીઠી  સુવાસ.

 મુનિભાઈની  મહત્તા ને ઈલાની  આવડત,
મુનિલાના આંગણમાં  મંગળમય  સ્વાગત.
—–
સસ્નેહ સરયૂ.

      પ્રેમાળ, ભાઈ મુનિભાઈ અને ઈલાભાભીની લગ્નતિથિ નિમિત્તે.
૧/૨૮/૧૯૬૯ – – ૧/૨૮/૨૦૧૪

 

| Comments off

ભીતર સફર

Posted in કાવ્યો by saryu on January 2nd, 2014

ભીતર સફર
મન સરોવર  પર  ખરતાં  રે પાન પછી પાન,
તન  તમરાના  તાન  સમા  ગાન પછી ગાન.
તર સપાટી પર હલચલ, ના પલભર વિશ્રામ,
ક્લેશ કલબલ  કોલાહલ, ના પલનો  વિરામ.
ચાલ મન મારા, અભિ   ભીતર કર સફર…..

છલક છોળની  લહેર, રહે  ખસતી પલપલ,
દડે   પરપોટો   થઈ, ચપળ અસ્થાયી જલ.
વિપુલ  મોજાને  બાથ ભરી,  તરસુ  વિફલ,
વ્યર્થ વ્યાકુળ, કાબુ  કરવા અસ્થીર જલથલ.
ચાલ  મન મારા, અભિ  ભીતર  કર સફર…..

સહજ  સ્નેહ જ્ઞાન  ભાવનાનો દોરો વણી,
દિલ  દહેરે   લપેટી   ગહન  સિંધુમાં સરી.
નીરવ  નાદ,  તપ્ત  તેજ, તિમિર હેતે હરી,
વહે  ચેતનામાં   શાંત   સુખ   શર્વરી  ફરી.
ચાલ  મન મારા,  અભિ ભીતર કર સફર….

ભલે  એ જ પરિતાપ  વ્યસ્ત વ્યાકુળ સંસાર,
અલ અનુભવ આશ્લેષ, થાય  આનંદ સંચાર.
ચાલ  મન મારા,  મધ્યબિંદુ ભણી કર  સફર,
હવે  ચક્રના ચઢાવ ને ઉતારમાં  હું  દર અફર.
ચાલ મન મારા, અભિ ભીતર કર સફર…..

| Comments off

ભાઈ

Posted in કાવ્યો by saryu on December 28th, 2013

 

 

ભાઈ

કહે ભાઈ, આવ આવ, હવે છેલ્લા જુહાર
મળે આવો એક ભાઈ જનમ આવતાની વાર

હું આવીશ આવીશ જરા કામ કરી લઉં
પછી આવીશ ઉતાવળે જટ ધ્યાન ધરી લઉં

એમ દિવસો ને મહિનાઓ વર્ષ વહ્યા જાય
હવે શું કરવું જઈને ના એમને કહેવાય

આજ એવી આવી કે સંદેશ નહીં જાય
ત્યાં રહી ગયું શૂન્ય ને ખોવાઇ ગયા ભાઈ

—–  

| Comments off

Posted in કાવ્યો by saryu on December 12th, 2013

જીવન – મૃત્યુ

રૂઠતી   પળોને   સમેટતી   હું   શ્વાસમાં,
દુખના દીવામાં સુખવાટ વણી બેઠી  છું.
ઘુઘવતા  સાગરમાં   નાનીશી  નાવમાં,
હળવા  હલેસાથી  હામ  ધરી  બેઠી  છું.

ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં,
રજકણ   બની  અંક  આકાશે  ઊઠી  છું.
અંજળના  આંસુથી   આંખોની   આહમાં,
કરુણાનું   કાજળ  લગાવીને  બેઠી   છું.

ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં,
ઝીણા  ઝણકારને  વધાવીને   બેઠી  છું.
નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા,
ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

સરી  રહ્યો સથવારો  મમતાના  મેળામાં
આજે  અજાણી,  પરાઈ બની  બેઠી   છું.
જીવન  પ્રયાણમાં ને  મંગલ  માહોલમાં,
હંસ જાય ચાલ્યો,  પીંજર થઈ  બેઠી  છું.

————-

| Comments off

હવે ના અધૂરી

Posted in કાવ્યો by saryu on December 3rd, 2013

 

હવે ના અધૂરી

નીલ સરિતાના ખળખળતા નીર,
લોઢ  ઊમટે  ને  ઓસરે   અધીર.
ચાહું   ભીંજાવું,  રહી  તોય  કોરી,
જરી પગને  ઝબોળી પાછી ફરી.

 પહેલી  પ્રીતનો  ઝીણેરો  ઉજાસ,
કિરણ કમનીય  કામિની  ઉલ્લાસ.
ઝૂકી ઝાકળ  ઝીલીને  હસી જરી,
કળી ખીલી ના ખીલી મુષિત રહી.

એની  વાંસળીના સૂરના  સવાલ,
મનન  મંજુલ પણ મૂક રે જવાબ.
એની તાનમાં તણાઈ ક્યાંય  દોડી,
જરા  જઈને આઘેરી, પાછી ફરી.

સજલ  વર્ષા  વંટોળની  વચાળ,
બની વીજળી, નહીં રોકી રોકાય,
દ્યુત  ક્ષણમાં હું તૃપ્ત ને તરબોળ,
આજ સંપૂરણ  સુરખી રસ રોળ.
——
મુષિત=વંચિત, સુરખી=લાગણી

 

| Comments off

Posted in કાવ્યો by saryu on November 9th, 2013

swing

 

Touch the Sun

 

She sits on the swing, thinks she has wings.
She wants to touch the sun,
says, “Push higher and higher,
so I can touch it soon.”


The smile on her face
The glee in her eyes
Her pink pretty cheeks,
The hair in the air
Saying, “Nana, push more, much higher than the sun.”


“The time has come, the tricks you have known.
Let’s see how far and high you can swing on your own.”


She pushes so high she almost touches sky,
But what goes up has to come down.
Nana stands by her side while she struggles to stay high.
The sun looks down, slightly laughing at her stride.

———

| Comments off

મધુમાલતી અને હું

Posted in કાવ્યો by saryu on October 26th, 2013

Image

મધુમાલતી અને હું

મધુમાલતી મહોરી મારા આંગણામાં આજ,
એના મસ્તાના રંગ ભરે મૈયરની યાદ.
કંઈ  વર્ષો  પહેલાની   સવાર    હતી,
ત્યાં  એકલી  અટૂલી  ગુલતાન હું  હતી.

લીલી ચાદરમાં  બેઠી  ચૂપચાપ એ કળી,
એને જલ્દી ખીલવાની ના ઝંખના હતી.
સમીર લ્હેરખી કહીંથી એને સ્પર્શી ગઈ,
એના  બહેકાવે હળુ હળુ ખીલતી  ગઈ.

સહજ શૃંગારે ફૂલગુલાબી શોભતી રહી,
કળી શ્વેત ને ગુલાબી  મીઠું મલકી રહી.
લાલ ચૂંદડી  ઓઢીને રમણ  રમતી રહી.
ઘેરા લાલ  ચટક  રંગમાં એ હસતી રહી.

                                          એવી મધુમાલતી મગન ઝૂલી ફરી,                                          
     પ્રથમ શ્વેત ને ગુલાબી પછી લાલી ભરી.     
 હવે ધીમે ધીમે લાલ રંગ તજતી હતી,
 સૌમ્ય સંધ્યાના રંગોમાં ભળતી હતી.

 

 

 

સમયની બલિહારી

Posted in કાવ્યો by saryu on October 23rd, 2013

સમયની બલિહારી

ખર્યું  ફૂલ  ‘ગઈ’  કાલ, બંધ કળી  ‘આવ’કાલ,
પૂર્ણ ખીલ્યા ખરા ‘આજ’ની તુંસુરખી નિહાળ.

મળ્યો  દેહ  નવ  નકોર, લેને  તું  હસ્ત  દોર,
વહ્યો પ્રેમ  ઝરો  જાય, ભીંજવ  હૈયાની  કોર.

વચન વાત, તન વિહાર,અદ્રશ મનના વિચાર,
મનુષ્ય જાય મૂકી છાપ, આપ  કર્મના  ચિતાર.

ભ્રમર  ભમે  ફૂલ ફૂલ,  ફળે ગુપ્ત ગહન  અંશ,
જીવન અલ્પ બને કલ્પ, અંજળ  લંબાવે વંશ.

કાળચક્ર   ગતિમાન,    ફરે   ચરખા  સમાન,
અર આગિયાના તેજ  સમું  આળું અભિમાન.

ઉર  અંધારા  માંય   સ્વપ્નસાર જીવન  જાય,
જાગ, જાગૃત જ્વલંત સમય ધ્યાનમાં જિવાય.

                                                                                                                                                                                   ——-

| Comments off

ચન્દ્ર સૂરજ મિલાપ

Posted in કાવ્યો by saryu on October 19th, 2013

Photo

 

ચન્દ્ર સૂરજ મિલાપ

અંધારી રાતની આડમાં સવાર હતી,
તારલાના તેજની આછી અણસાર હતી,
કેમ ચન્દ્રમા સુવાનું ભૂલી ગયો!

કેવી હરિયાળી મૌસમ મહોરી હતી,
મૃદુ ટહૂકાથી નિંદર બોલાવતી હતી,
કહીં ગુંજનના દોર પર ઝૂલી ગયો!
 
 અણજાણી આજ એની ચાલ જો હતી.
મંદ ઠંડી હવામાં ભીનાશ તો હતી.
ચાંદ શ્રાવણ બનીને ઝરી ગયો.

આંગણમાં નજર એની આંબતી હતી.
સકળ મ્હેક મ્હેક માનિની ચાંદની હતી.
ચંદ્રકોર ચૂમી મોગરો ખીલી ગયો.

હવે સમજી કે રાહ એને કોની હતી.
આભ ખોલી ગુલાબી અસવારી હતી.
ચંદ્ર જતાં જતાં સૂર્યને મળી ગયો.

———-
| Comments off

« Previous Page« Previous entries « Previous Page · Next Page » Next entries »Next Page »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.