અંધારી રાતની આડમાં સવાર હતી, તારલાના તેજની આછી અણસાર હતી, કેમ ચન્દ્રમા સુવાનું ભૂલી ગયો!
કેવી હરિયાળી મૌસમ મહોરી હતી, મૃદુ ટહૂકાથી નિંદર બોલાવતી હતી, કહીં ગુંજનના દોર પર ઝૂલી ગયો! અણજાણી આજ એની ચાલ જો હતી. મંદ ઠંડી હવામાં ભીનાશ તો હતી. ચાંદ શ્રાવણ બનીને ઝરી ગયો.
આંગણમાં નજર એની આંબતી હતી. સકળ મ્હેક મ્હેક માનિની ચાંદની હતી. ચંદ્રકોર ચૂમી મોગરો ખીલી ગયો.
હવે સમજી કે રાહ એને કોની હતી. આભ ખોલી ગુલાબી અસવારી હતી. ચંદ્ર જતાં જતાં સૂર્યને મળી ગયો.