લગ્નતિથિ
લગ્નતિથિ
જીવન પંખીની સમતલ બે પાંખ તમે,
ગૃહ ચહેરાની વરવહુ બે આંખ તમે.
રે પતંગ બની એક જાણે ઊડે આકાશ,
સખી દોર બની રહે સ્થીર, સોહે આવાસ.
જીવન ગાડીની મંઝિલ પર સર સર સહેલ,
હાથ હાથમાં ને સાથ મળી બાંધ્યો મહેલ.
આજ વર્ષોનો નેહ અને સમજણ સહવાસ,
દિલ બગીચો છે ભર્યો ભર્યો, મીઠી સુવાસ.
મુનિભાઈની મહત્તા ને ઈલાની આવડત,
મુનિલાના આંગણમાં મંગળમય સ્વાગત.
—–
સસ્નેહ સરયૂ.
પ્રેમાળ, ભાઈ મુનિભાઈ અને ઈલાભાભીની લગ્નતિથિ નિમિત્તે.
૧/૨૮/૧૯૬૯ – – ૧/૨૮/૨૦૧૪