મધુમાલતી અને હું
મધુમાલતી અને હું
મધુમાલતી મહોરી મારા આંગણામાં આજ,
એના મસ્તાના રંગ ભરે મૈયરની યાદ.
કંઈ વર્ષો પહેલાની સવાર એ હતી,
ત્યાં એકલી અટૂલી ગુલતાન હું હતી.
લીલી ચાદરમાં બેઠી ચૂપચાપ એ કળી,
એને જલ્દી ખીલવાની ના ઝંખના હતી.
સમીર લ્હેરખી કહીંથી એને સ્પર્શી ગઈ,
એના બહેકાવે હળુ હળુ ખીલતી ગઈ.
સહજ શૃંગારે ફૂલગુલાબી શોભતી રહી,
કળી શ્વેત ને ગુલાબી મીઠું મલકી રહી.
લાલ ચૂંદડી ઓઢીને રમણ રમતી રહી.
ઘેરા લાલ ચટક રંગમાં એ હસતી રહી.
એવી મધુમાલતી મગન ઝૂલી ફરી,
પ્રથમ શ્વેત ને ગુલાબી પછી લાલી ભરી.
હવે ધીમે ધીમે લાલ રંગ તજતી હતી,
સૌમ્ય સંધ્યાના રંગોમાં ભળતી હતી.
શૈલા મુન્શા said,
December 4, 2013 @ 12:50 am
કુમારી અવસ્થા થી પ્રૌઢાવસ્થા ની સુંદર મધુમાલતીમય સફર.
“હવે ધીમે ધીમે લાલ રંગ તજતી હતી,
સૌમ્ય સંધ્યાના રંગોમા ભળતી હતી.”