Archive for કાવ્યો

સુફીયા

Posted in કાવ્યો by saryu on May 2nd, 2009

सुफीया अंजली

 

लो आओ आज मीलावुं तुमको,नन्ही बेटी सुफीयासे

अभी   अभी  वो आई है,  खुद  ईश्वर  अल्लाके   घरसे—

ईसिलीये वो  सोती  रहेती,   सारे    दिन  और   रातोमे

शायद   सूनती    रहेती  हैं,  खोई   परीयोंकी     बातोमे—

क्या देखे वो क्या सोचे है,  कैसे हम क्युं कर जाने

सपने देखे वो हंसती हो,  क्या अपने  क्या अनजाने—

टकटकती  वो   देखे  मांको,  मधुर  मधुर जो मुस्काये

नरम नरम हाथोसे पकडे, सब ऊलजन मां सुलजाये—

भैया   शानसे  चढकर बैठा,    है   पापाकी       गोदीमे     

देखो   क्या तुफान   उठे,    जब  ये भी  बैठे गोदीमे—

जब जी चाहे  सोये  जागे,  दुध  पीये  या    तो   रोये

जो मन चाहे खेल रचाये, सबके  दिलको    बहेलाये—

 “संगीता-मृदुलकी बेटी, केतनकी बहेन, हमारी पोती”

Sufiya Anjali

Let me introduce you to our sweet little Sufiya

Who has just arrived from the house of Ishwar-Allah

The reason she has been sleeping Day and night

May be that she is listening to the unfinished stories of the Angels

What is she observing  or hearing, how can we know?

Thinking of her dreams, she maybe smiling, to us it is  unknown

She stares at her mother, who is sweetly smiling at her

Who holds her with gentle hands and resolves all the problems

Look at her brother who is sitting so smugly in the Papa’s lap

let’s see what storm arises when she also sits in his lap

Whenever she feels like it, she sleeps, wakes up, drinks milk or cries

Whatever she chooses to do, it  pleases our hearts

—- Sangita-Mridul’s daughter, Kethan’s sister and our granddaughter—-

નજર

Posted in કાવ્યો by saryu on April 30th, 2009

                 

   નજર

 દ્વારિકા નગરીને  દર્શને, અછડતો  અવનવ   ઊઠે,
નજર ખેંચી  જોઈ   લઉં,  કદાચ વનમાળી  મળે!

 રમતાં   કિરણની   ધૂપમાં,  આશ નજરે જોઇ  લઉં,
 પાષાણ વીંટતા પવનમાં, કદાચ ખીલ્યું ફૂલ મળે!

 રીઝવવા   ચરણે  નમુ,   શુભ   સરળ  સન્માનથી,
શ્યામળી   સખ્ત  આંખોમાં,    કોઈની  કરુણા મળે!

 છોડતાં આપનો આશરો, અતૃપ્ત નજરે જોઇ લઉં,
ભાવહીન  શુષ્ક  આંખોમાં,  કદાચ કોમળતા મળે!

 નાદાન   નજરું   શોધતી’તી, પ્રેમ  કો પલકો  મંહી,
આજ   આ  નવલ  નૈનોમાં,  માતની  મમતા  મળે!
 ——————
ડો.કમલેશ લુલ્લાએ તૈયાર કરેલ આકાશ દર્શનમાં, દ્વારિકા નગરી જોતા…

| Comments off

Recipe

Posted in કાવ્યો by saryu on April 11th, 2009

 

angle1

                           Love   and   Respect

                            Mix   with    Joy

                               Take a Day at a Time

                              And  dole  Enjoy—

                          Sweet   and  Sour

                        Mix   with   Smile

                        Wait   for  a  while

                         Bring them Delight—

                      Good   and   Bad

                          Mix with Compassion

                           Take   some   Care

                              Add Warm Variation—

                         Flower   and   Faith

                         Mix  with  Dedication

                          With  Passion and Peace

                             Taste  deep   Meditation—

                             ——————-

એપ્રિલ ફૂલ

Posted in કાવ્યો by saryu on April 1st, 2009

એપ્રિલ ફૂલ

પશ્ચિમ દિશમાં સૂરજ ઊગ્યો
લાવ્યો મજનું ધોળું ફૂલ
આંખ નમાવી આજે કહેતો
“માફ કરી દે મારી ભૂલ”

રખડું મુજને રોજ સતાવે
વાતમાં વાતમાં મને વતાવે
હસતાં રમતાં નેણ નચાવે
ખેંચી  લાંબા  કેશ  રડાવે

હું મલકાણી આજ ફુલાણી
મને રીઝવવા લાવ્યો ફૂલ.
ખડખડ હસતો ટીખળી બોલ્યૉ,
“ધંતૂરાનું  ધોળુ ફૂલ,
થયું મનાવું, એપ્રિલ ફૂલ!

——————-

ઝરમર

Posted in કાવ્યો by saryu on March 21st, 2009

 

ઝરમર

ધૂમ્મસની  આછેરી ચાદર,  ત્યાં દૂર સુધી
નીતરતા ટીપાની  ઝાલર,  ત્યાં દૂર સુધી
 
વૃક્ષો   નમાવીને   મસ્તક    દે  તાલ  સુધીર
   પત્તા   ને    ફૂલોનો   થરથરાટ   છે   અધીર—

 ઉંચેરી     બારીની     કાંગરીની   કોર   પર
નાજુક ને નમણાં  એક ચહેરાની આડ પર

નીલમસી    આંખોની   કાજળની  કોર  પર
  
નમતી એ ભીની સી પાંપણની છોર પર—

આંસુના  આવરણ  ઉતારવાને, ઓ  સજન
ઉત્સુક મન  ઉડવાને વ્યાકુળ, ઓ રે સજન

પાંખો    ફફડાવે,    તું   આવે,  ઓ રે સજન
      અવની ને આભલાનુ ઝરમર મીલન સજન—

————————–

ઓસ્ટીનના ટેકરી પરના, નવા ઘરની બારીમાંથી સુંદર દ્રશ્ય જોતા લખાયેલ–

માર્ચ ૨૦૦૯

 

 

 

સંતોષ

Posted in કાવ્યો by saryu on February 13th, 2009

 

સંતોષ

સ્વપ્ન   સમય સાથી સંજોગ
 સ્વીકારું  સૌ   જોગાનુ જોગ—

શક  શંકા  સંશય  મતિદોષ
 વિશ્વાસે    મંગળ    સંતોષ—

સાથ   સફર   જે    હો  સંગાથ
 પડ્યુ પાન  ઝીલવું  યથાર્થ—

સરળ સ્વચ્છ સ્ફટિક  આવાસ
 
આરસીમાં    સુંદર   આભાસ—

ભક્તને ત્યાં  આવે  આશુતોષ
 
મધુર   સબંધ   લાવે  સંતોષ—

તૃપ્ત   મન    સાગર   સમાન
     વૈરી-વ્હાલાને સરખુ
સન્માન—

જે   મારી   પાસ   તે   છે   ઘણું
    પછી હોય છોને અબજ કે અણું—

 

કૃષ્ણલીલા

Posted in કાવ્યો by saryu on February 1st, 2009

કૃષ્ણલીલા            

મનડાંના મધુવનમાં રાસ લે રસીલી

શ્યામ સંગ શ્યામ રંગ રાધા રંગીલી—

જન્મકર્મ  રંગોળી  આંગણ    સજેલી

મંડપમાં   વૈરાગે    આવી     વહેલી—

આમંત્રે  તત્વજ્ઞાન   સહોદર   સહેલી

સ્થીરભાવ શાંતચિત્ત  નિર્ગુણ નવેલી—

આસક્ત  એકરસ   એકધ્યાન  ચેલી

કૃષ્ણ કૃષ્ણ રોમ રોમ ઘેલી અલબેલી—

વૃદાવન  ચિત્તવનમાં કૃષ્ણલીલા ખેલી

સાંખ્યજ્ઞાન જ્ઞાતાને અનુપમ સુખ હેલી-

ઠોકર્

Posted in કાવ્યો by saryu on January 26th, 2009

સાધનાના પથ પર પાંચ મહા પથ્થર

આક્રોશ  આક્રંદ   ઉંડા  અંધારે   ઠોકર—

 હું કર્તા,  અહંમભાવ   દંભ   દ્વેષભાવ

આતુરતા   વ્યાકુળતા  સંકુચિત  ભાવ—

 ક્રોધ    ધૂંધવાટ    અપેક્ષા     અભાવ

ભારેલા   અગ્નિમાં    ઢાંક્યો  સ્વભાવ—

 દર્દ  દોષારોપણ    અન્યોને   આંગણ

કરમાયા  પુષ્પો છે મૂળીયા  સ્વપ્રાંગણ—

 નીરાશા  આપદયા    ફરિયાદી   આજ

અવહેલે   હર્ષ    ફૂટી    કોડીને   કાજ—

                 ઠોકરના   ઠપકારે    અંતર     ઉજાસ

                 ઉડતી  હું ચાલી  ગ્રહી ગુરુજીનો હાથ

     ————- 

| Comments off

માનવ એકતા

Posted in કાવ્યો by saryu on November 28th, 2008

ચિત્રઃ પારુલ પરીખ

માનવ એકતા

જાણું છુ કે,

જાંજવાના   જળ   મહીં  પાણીની   બુંદ  ના  મળે,

સ્વઅર્થી     ચક્ષુમાં    સંવેદન  અશ્રુ    ના    મળે,

ચીનગારી    ઇર્ષા  તણી  ને  હામ   હૈયુ   સૌ   બળે,

અવિદ્યા  વસ્તુ  વર્તુળે  ક્ષેત્ર  ક્ષેત્રજ્ઞ  એક ના મળે.

પ્રભુ બક્ષો,

પરમ   શાંતિ  ધામમાં   ઉત્પાત   કંટક  ના   મળે,

સૂર્યના  સ્નેહ  ઉજાસમાં  રાત  કાલિમા   ના  મળે,

મહાસાગરના  નીરમાં  મોજાની  ભિન્નતા ના મળે,

ને, અનંત  અભેદ  સત્યમાં   માનવ  એકતા   મળે.


મૃત્યુના   આવતા  પહેલા,  પૂરો   ઉપયોગી  બનું.

અમાનુષ  કૃત્ય  કરતો મટી,  સહિષ્ણુ  માનવ બનું.

———-

| Comments off

ગુંજન

Posted in કાવ્યો by saryu on November 12th, 2008

ગુંજન

કોઈ   મીઠી યાદ  લઈ  આવે  મન ગુંજન

કોઈ મંજુલ સાદ લઈ આવે  ગીત ગુંજન–

તરુણ દિલ મસ્ત સાંજ કુસુમલતા કુંજન

અણજાણ્યા અણધાર્યા પ્રેમ અશ્રુ અંજન–

રોમાંચક રતિ પ્રિયા રજની  મધુ  રંજન

શ્રાવણના   ઝરમરમાં   ભીંજાયુ    ખંજન–

ભક્તહ્રદય ભક્તિલીન આરતી ને પૂજન

રામ રટણ   દિનચર્યા  રોમરોમ  ઝુંઝુન–

દુઃખ જનની વાસનાનો મોહભાવ ભંજન

સહજભાવ   સર્વત્યાગ   કંચન   કે   કુંદન–

જ્ઞાન ને વૈરાગ બેઉ આધ્યાત્મિક વ્યંજન

બ્રહ્મનિષ્ઠ   યોગીનુ    આત્મરત    ગુંજન–


« Previous Page« Previous entries « Previous Page · Next Page » Next entries »Next Page »

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.