ઠોકર્
સાધનાના પથ પર પાંચ મહા પથ્થર
આક્રોશ આક્રંદ ઉંડા અંધારે ઠોકર—
હું કર્તા, અહંમભાવ દંભ દ્વેષભાવ
આતુરતા વ્યાકુળતા સંકુચિત ભાવ—
ક્રોધ ધૂંધવાટ અપેક્ષા અભાવ
ભારેલા અગ્નિમાં ઢાંક્યો સ્વભાવ—
દર્દ દોષારોપણ અન્યોને આંગણ
કરમાયા પુષ્પો છે મૂળીયા સ્વપ્રાંગણ—
નીરાશા આપદયા ફરિયાદી આજ
અવહેલે હર્ષ ફૂટી કોડીને કાજ—
ઠોકરના ઠપકારે અંતર ઉજાસ
ઉડતી હું ચાલી ગ્રહી ગુરુજીનો હાથ
————-