ગુંજન
ગુંજન
કોઈ મીઠી યાદ લઈ આવે મન ગુંજન
કોઈ મંજુલ સાદ લઈ આવે ગીત ગુંજન–
તરુણ દિલ મસ્ત સાંજ કુસુમલતા કુંજન
અણજાણ્યા અણધાર્યા પ્રેમ અશ્રુ અંજન–
રોમાંચક રતિ પ્રિયા રજની મધુ રંજન
શ્રાવણના ઝરમરમાં ભીંજાયુ ખંજન–
ભક્તહ્રદય ભક્તિલીન આરતી ને પૂજન
રામ રટણ દિનચર્યા રોમરોમ ઝુંઝુન–
દુઃખ જનની વાસનાનો મોહભાવ ભંજન
સહજભાવ સર્વત્યાગ કંચન કે કુંદન–
જ્ઞાન ને વૈરાગ બેઉ આધ્યાત્મિક વ્યંજન
બ્રહ્મનિષ્ઠ યોગીનુ આત્મરત ગુંજન–
વિશ્વદીપ બારડ said,
November 14, 2008 @ 2:18 pm
જ્ઞાન ને વૈરાગ બેઉ આધ્યાત્મિક વ્યંજન
બ્રહ્મનિષ્ઠ યોગીનુ આત્મરત ગુંજન–
સુંદર અભિવ્યક્તિ…આધ્યાત્મિક ભાવને સુંદર રીતે વ્યક્ત કરનાર કવિયત્રી