નજર
નજર
દ્વારિકા નગરીને દર્શને, અછડતો અવનવ ઊઠે,
નજર ખેંચી જોઈ લઉં, કદાચ વનમાળી મળે!
રમતાં કિરણની ધૂપમાં, આશ નજરે જોઇ લઉં,
પાષાણ વીંટતા પવનમાં, કદાચ ખીલ્યું ફૂલ મળે!
રીઝવવા ચરણે નમુ, શુભ સરળ સન્માનથી,
શ્યામળી સખ્ત આંખોમાં, કોઈની કરુણા મળે!
છોડતાં આપનો આશરો, અતૃપ્ત નજરે જોઇ લઉં,
ભાવહીન શુષ્ક આંખોમાં, કદાચ કોમળતા મળે!
નાદાન નજરું શોધતી’તી, પ્રેમ કો પલકો મંહી,
આજ આ નવલ નૈનોમાં, માતની મમતા મળે!
——————
ડો.કમલેશ લુલ્લાએ તૈયાર કરેલ આકાશ દર્શનમાં, દ્વારિકા નગરી જોતા…