સંતોષ
સંતોષ
સ્વપ્ન સમય સાથી સંજોગ
સ્વીકારું સૌ જોગાનુ જોગ—
શક શંકા સંશય મતિદોષ
વિશ્વાસે મંગળ સંતોષ—
સાથ સફર જે હો સંગાથ
પડ્યુ પાન ઝીલવું યથાર્થ—
સરળ સ્વચ્છ સ્ફટિક આવાસ
આરસીમાં સુંદર આભાસ—
ભક્તને ત્યાં આવે આશુતોષ
મધુર સબંધ લાવે સંતોષ—
તૃપ્ત મન સાગર સમાન
વૈરી-વ્હાલાને સરખુ સન્માન—
જે મારી પાસ તે છે ઘણું
પછી હોય છોને અબજ કે અણું—
vijayshah said,
February 16, 2009 @ 2:50 am
સંતોષી મન સાગર સમાન
જ્યાં વ્હાલપ ને વૈભવ સમાન—
જે મારી પાસ તે છે ઘણું
પછી હોય છોને અબજ કે અણું—
વાહ્!
સરસ