ઝરમર
ઝરમર
ધૂમ્મસની આછેરી ચાદર, ત્યાં દૂર સુધી
નીતરતા ટીપાની ઝાલર, ત્યાં દૂર સુધી
વૃક્ષો નમાવીને મસ્તક દે તાલ સુધીર
પત્તા ને ફૂલોનો થરથરાટ છે અધીર—
ઉંચેરી બારીની કાંગરીની કોર પર
નાજુક ને નમણાં એક ચહેરાની આડ પર
નીલમસી આંખોની કાજળની કોર પર
નમતી એ ભીની સી પાંપણની છોર પર—
આંસુના આવરણ ઉતારવાને, ઓ સજન
ઉત્સુક મન ઉડવાને વ્યાકુળ, ઓ રે સજન
પાંખો ફફડાવે, તું આવે, ઓ રે સજન
અવની ને આભલાનુ ઝરમર મીલન સજન—
————————–
ઓસ્ટીનના ટેકરી પરના, નવા ઘરની બારીમાંથી સુંદર દ્રશ્ય જોતા લખાયેલ–
માર્ચ ૨૦૦૯
vijayshah said,
March 22, 2009 @ 12:43 am
આ દ્રશ્યને કેમેરામાં ઝીલીને મુકો…સરસ કવિતા બની છે
અભિનંદન્!
ડૉ.મહેશ રાવલ said,
March 26, 2009 @ 12:03 pm
આમ તો રચના સારી જ છે પણ,બે પંક્તિઓ પછી વધુ એકવાર enter આપો તો ૨-૨ પંક્તિઓની પૅર બને અને કવિતાનું લૂક આપી શકો-
આમ તો,પત્ર લખાતો હોય એવું થઈ જાય છે…..!
વણમાગી સલાહ લાગશે પણ મને જે યોગ્ય લાગ્યું એ સૂચવ્યું છે.મારી દ્રષ્ટિએ ટિપ્પણીમાં માત્ર વખાણ જ હોય એવું નથી,પ્રસ્તુતિને વધુ સરસ અને સુંદર બનાવવા સૂચનો પણ મૂકવા જોઇએ.