માનવ એકતા
ચિત્રઃ પારુલ પરીખ
માનવ એકતા
જાણું છુ કે,
જાંજવાના જળ મહીં પાણીની બુંદ ના મળે,
સ્વઅર્થી ચક્ષુમાં સંવેદન અશ્રુ ના મળે,
ચીનગારી ઇર્ષા તણી ને હામ હૈયુ સૌ બળે,
અવિદ્યા વસ્તુ વર્તુળે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એક ના મળે.
પ્રભુ બક્ષો,
પરમ શાંતિ ધામમાં ઉત્પાત કંટક ના મળે,
સૂર્યના સ્નેહ ઉજાસમાં રાત કાલિમા ના મળે,
મહાસાગરના નીરમાં મોજાની ભિન્નતા ના મળે,
ને, અનંત અભેદ સત્યમાં માનવ એકતા મળે.
મૃત્યુના આવતા પહેલા, પૂરો ઉપયોગી બનું.
અમાનુષ કૃત્ય કરતો મટી, સહિષ્ણુ માનવ બનું.
———-